અમદાવાદ/ કોરોનાની અસર AMTS-BRTS પર, છેલ્લા 15 દિવસમાં 4.50 કરોડની થઈ ખોટ

કોરોનાનો કેસમાં સતત વધારો થયા બાદ ફરી એકવાર તંત્ર દ્વારા AMTS અને BRTS બંધ કરી દેવામાં આવી. જેની સીધી અસર મનપાની તીજોરી ઉપર પડી છે.

Ahmedabad Gujarat

કોરોનાનો કેસમાં સતત વધારો થયા બાદ ફરી એકવાર તંત્ર દ્વારા AMTS અને BRTS બંધ કરી દેવામાં આવી. જેની સીધી અસર મનપાની તીજોરી ઉપર પડી છે. છેલ્લા 15 દિવસમાં 4.50 કરોડનું નુકસાન થયું છે.

Covid-19 / પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી થયા હોમ આઇસોલેટ

રાજ્યમાં કોરોનાના કેસોને કારણે લોકડાઉન બાદ અનલોક થતાં AMTS અને BRTS બસ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 ટકા બસો અને પેસેન્જરો સાથે શરૂ કરવામાં આવી હતી, જેના એક મહિના બાદ તમામ બસો દોડાવી અને લોકડાઉન દરમિયાન થયેલી ખોટને પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જોકે રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ એને કાબૂમાં લેવા માટે 18 માર્ચથી AMTS અને BRTS બંધ કરી દેવામાં આવી હતી, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજની રૂ. 30 લાખની આવક બંધ થઈ જતાં મોટી ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં રોજના 30 લાખ પેટે રૂ.4.50 કરોડનું નુકસાન કોર્પોરેશનને થયું છે.

તેલનો ખેલ / હવે સડસડાટ ઉતરશે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યારથી મળશે ફાયદો?

શહેરમાં અનલોક થતાં 50 ટકા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ધીરે ધીરે વધારો કરવામાં આવ્યો હતો. પહેલાં રોજની 20 હજાર, 50 હજાર, 2 લાખ એમ કરી રૂ. 16થી 17 લાખ સુધીની આવક થઈ હતી. જોકે આજે રોજની પેસેન્જરોની આવક ઉપરાંત ખર્ચમાં કર્મચારીઓનો પગાર ચાલુ જ છે. રૂ. 300 કરોડની AMTSને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. BRTS બસમાં પણ અનલોક બાદ બસોમાં પેસેન્જરો ઓછા આવતાં આવક થઈ ન હતી. જોકે બાદમાં બસોમાં પેસેન્જરો વધતાં રૂ. 13 લાખ સુધી આવક પહોંચી ગઈ હતી. જોકે બસો બંધ થતાં હવે આવક પણ બંધ છે, જેનું મોટું નુકસાન AMCને થઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…