આણંદ જિલ્લાના નાપા વાંટા પાસેના સુલતાનપુરા નજીક કેનાલ માંથી ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે યુવકની અજાણ્યા ઈસમે હત્યા કરીને તેને કેનાલમાં ફેંકી દીધી છે. હાલ, પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, ઉલ્લેખનીય છે કે યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે અંગે સ્થાનિક પોલીસ પાસેથી સતાવાર માહિતી જાહેર કરાઈ નથી તેમજ હત્યા ક્યાં કારણસર થઈ હશે તેનો જવાબ મેળવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
