OMG!/ બેટ્સમેન અડધી સદી ન ફટકારી શક્યો તો ફિલ્ડરને જ ઢોર માર મારીને કરી દીધો ઈજાગ્રસ્ત

ક્રિકેટમાં ઘણીવાર મેદાનમાં ખેલાડીઓ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સામે આવતા હોય છે. ઘણીવાર ગુસ્સામાં આવેલા ખેલાડી દ્વારા એવા ભૂલ થઇ જતી હોય કે જે કર્યા બાદ પાછળથી તેને અફસોસ થવા લાગે છે.

Sports

ક્રિકેટમાં ઘણીવાર મેદાનમાં ખેલાડીઓ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સામે આવતા હોય છે. ઘણીવાર ગુસ્સામાં આવેલા ખેલાડી દ્વારા એવા ભૂલ થઇ જતી હોય કે જે કર્યા બાદ પાછળથી તેને અફસોસ થવા લાગે છે. આવુ જ કઇંક મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ક્રિકેટ મેચ દરમિયાન થયુ હતુ.

Cricket / ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેન 49 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, જે બાદ અચાનક તે ગુસ્સામાં આવી ગયો હતો. આ ગુસ્સામાં તેણે કેચ પકડનાર ખેલાડીને બેટથી એટલો ઢોર માર માર્યો કે તે બેભાન જ થઇ ગયો. ઇજાગ્રસ્ત ખેલાડી હોસ્પિટલમાં દાખલ છે અને હજી સુધી તે ભાનમાં આવ્યો નથી. પોલીસે આ કેસમાં આરોપી ખેલાડી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સંજય પાલિયા નામનાં આ ખેલાડી વિરુદ્ધ મર્ડરનાં પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે આ ઘટના બાદથી આ ખેલાડી ફરાર છે અને તેને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર પોલીસ અધિક્ષક (એસપી) રામનરેશ પચૌરીએ જણાવ્યું હતું કે સચિન પરાશર (23 વર્ષિય) નામનાં ખેલાડીને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બેટ્સમેન સંજય પાલિયા પર હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Vaccination / કોરોનાનાં કારણે IPL સંકટમાં, રાજીવ શુક્લાએ કહ્યુ- ખેલાડીઓને રસી માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંપર્ક કરશે BCCI

શનિવારે મેલા મેદાનમાં રમવામાં આવેલી મેચ દરમિયાન આ ઘટના બની હતી. પચૌરીએ કહ્યું કે, પરાશરે 49 રન પર કેચ પકડ્યો ત્યારે પરાશર ગુસ્સે થયો હતો, જે 50 રનથી માત્ર એક રન દૂર હતો. પાલિયા ભાગીને પરાશર તરફ દોડી ગયો હતો અને પારાશરનાં માથાને બેટથી મારવા લાગ્યો હતો. અન્ય ખેલાડીઓએ પાલિયાને રોકવાનો પ્રયાસ કર્યો. પરાશરને હજી સુધી હોસ્પિટલમાં ભાન આવ્યુ નથી. ”એસપી પચૌરીએ કહ્યું કે પાલિયા ફરાર છે અને તેમને પકડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ