Vaccination/ કોરોનાનાં કારણે IPL સંકટમાં, રાજીવ શુક્લાએ કહ્યુ- ખેલાડીઓને રસી માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંપર્ક કરશે BCCI

ભારતનાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ફ્રેન્ચાઇઝીમાં વધી રહેલા કોરોના વાયરસનાં કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન પહેલા ખેલાડીઓને રસી અપાવવા આરોગ્ય મંત્રાલયનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે.

Sports

ભારતનાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ફ્રેન્ચાઇઝીમાં વધી રહેલા કોરોના વાયરસનાં કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન પહેલા ખેલાડીઓને રસી અપાવવા આરોગ્ય મંત્રાલયનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈનાં ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એએનઆઈને આપેલા નિવેદનમાં આ સમાચારની પુષ્ટિ કરી છે.

Cricket / IPL શરૂ થાય તે પહેલા CSK માટે આવ્યા Good News, બાપુ કરશે ટીમમાં એન્ટ્રી

શુક્લાએ કહ્યું કે, “કોરોના વાયરસનાં વધતા જતા કેસોનો સામનો કરવા માટે, મને લાગે છે કે એકમાત્ર ઉપાય રસી છે. બીસીસીઆઈ પણ વિચારી રહ્યુ છે કે ખેલાડીઓએ રસી લેવી જોઈએ. કોઈને ખબર નથી કે કોરોના વાયરસ ક્યારે આપણા જીવનમાંથી જશે. તેની ડેડલાઇન ક્યારે આવશે તે કહી શકાઇ શકે તેમ નથી જેથી ખેલાડીઓ મુક્તપણે રમી શકે. તેથી, મને લાગે છે કે આપણે હવે તેના વિશે વિચારવું જોઈએ. ખેલાડીઓને પણ વેક્સિનેશન થવુ જોઈએ.” જ્યારે બીસીસીઆઈનાં ઉપપ્રમુખને પૂછવામાં આવ્યું કે, શું બીસીસીઆઈએ રસીકરણ અંગે આરોગ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે, ત્યારે શુક્લાએ કહ્યું કે બોર્ડ તેની વિચારણા કરી રહ્યું છે.

IPL પર સંકટનાં વાદળ / અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

ભારતમાં વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે આઈપીએલનું 13 મી સીઝન યુએઈમાં આયોજીત કરવામાં આવેલ હતુ, પરંતુ હવે બીસીસીઆઈએ 14 માં સીઝનનું આયોજન ભારતમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થવામાં એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય છે, ત્યારે ઘણી ફ્રેન્ચાઇઝીમાં કોરોના વાયરસનાં કેસો બહાર આવી રહ્યા છે. જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં દિલ્હી કેપિટલ્સનાં અક્ષર પટેલ, કોલકાતા નાઈટ રાઇડર્સનાં નીતીશ રાણા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં દેવદત્ત પડ્ડિકલ કોવિડ-19 ની ઝપટમાં આવી ગયા છે. જો કે, બીજી ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ રાણાએ ટીમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ