સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 16.1 ઓવરમાં 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા કોલકાતા સામે 2107માં ટીમ 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અનુજ રાવત અને વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે. ફાફ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો જેન્સને આ ત્રણેય વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. ગ્લેન મેક્સવેલ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભુદેસાઈ 15, શાહબાઝ 7 રન બનાવીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિ ખાતું ખોલાવ્યા વિના 3 બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હર્ષલે 4 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી માર્કો અને નટરાજને 3-3 વિકેટ લીધી હતી.
ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. હૈદરાબાદની ટીમ કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરી છે, જ્યારે બેંગ્લોરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને જીતના માર્ગે ફરી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલની મેચમાં કઠિન મુકાબલો થવાની અપેક્ષા છે. બેંગ્લોરના સાત મેચમાંથી પાંચ જીત સાથે 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે હૈદરાબાદ છ મેચમાં ચાર જીત અને આઠ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.
