ગાંધીનગર/ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો, સીએસ અનિલ મુકીમની કલેક્ટરો સાથે બેઠક

સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પણ સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others Trending
  • છેલ્લા બે દિવસમાં 160 કોરોના દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ
  • સીએસ અનિલ મુકીમએ કલેક્ટરો સાથે બેઠક
  • ડભોડા હનુમાનજી મંદિર બંધ

સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પણ સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર  ખાતે આવેલી સિવિલ હોસ્પીટલમાં મોટા પાયે દર્દીઓનો ભરવો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસમાં 160 કોરોના દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 280 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 150 દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે. જયારે હોસ્પિટલમાં 150 પૈકી 70 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 600 બેડ ઉપલબ્ધ  છે.

ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિને સીએસ અનિલ મુકીમએ કલેક્ટરો સાથે બેઠક યોજી છે. સીએસ અનીલ મુકીમે વીડિયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટર, ડીડીઓ સાથે કોન્ફરેન્સ યોજી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં કોવિડની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે.

આંદોલનની હાકલ / ગાંધીનગરને પણ ખેડૂતો ઘેરાવ કરશે: ટિકૈત

ગુજરાત / રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિ, 8 મનપા માટે સરકારે લીધો આ અગત્યનો નિર્ણય

અત્રે ઉલ્લેખની છે કે જીલ્લામાં વકરતા કોરોનાને કારણે ગાંધીનગર નજીક ડભોડા હનુમાનજી મંદિર બંધ કરવામાં આવ્યું છે. હનુમાનજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતાં ટ્રસ્ટી મંડળે નિર્ણય લેવાની ફરજ પડી છે. આજ થી અનિશ્ચિત મુદ્ત સુધી ડભોડા હનુમાનજી મંદિર  બંધ રહેશે.

વધુમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ માટે અલગ અલગ IAS કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં કથળતી કોવિડ પરિસ્થિતિ અને તેને અનુલક્ષી તબીબી કામગીરીનું નિરીક્ષણ કરવાની જવાબદારી  સોપવામાં આવી છે.  મૂળ કામગીરી ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી આપવામાં આવી છે.

જેમાં ડો.મનીષ બંસલ IASને  અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સોંપાઈ છે. ડો. હર્ષિત ગોસાવી IASને વડોદરાની જવાબદારી સોપાઈ છે. અમિત યાદવ IAS ગાંધીનગર, સ્તુતિ ચારણ IAS રાજકોટ, આર.આર.ડામોરને ભાવનગર, આર.ધનપાલને જામનગર અને ડો સુનિલકુમાર બેરવાલને જૂનાગઢની જવાબદારી સોપાઈ છે.