જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બીજી વન-ડે મેચ રમાઈ હતી. ઓપનર ફખર જમાનની 155 બોલમાં 193 રનની ઇનિંગ બાદ પણ પાકિસ્તાને બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે 17 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે ચપળતાથી ડબલ સેન્ચ્યુરીની નજીક આવેલા ફખર જમાનને આઉટ કર્યો, જેના પછી પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવાઇ ગયુ હતુ. તેણે જે રીતે ચાલાકીપૂર્વક ફખરને આઉટ કર્યો, તે પાકિસ્તાની ચાહકોને પસંદ ન આવ્યુ અને બાદમાં પાકિસ્તાનનાં ફેન્સ ક્વિન્ટન ડી કોકને ચીટર કહેવા લાગ્યા હતા. આ આઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા ટોસ જીત્યા બાદ પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જ્યા પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 342 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કર્યા બાદ, પાકિસ્તાન 9 વિકેટ ગુમાવીને 324 રન બનાવી શક્યું હતું અને મેચ 17 રને હારી ગયુ હતુ. જો કે આ પહેલા પાકિસ્તાને 49 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 311 રન બનાવ્યા હતા. તેને 6 બોલમાં 31 રનની જરૂર હતી. ફખર જમાન ક્રિઝ પર 192 રન બનાવીને રમી રહ્યો હતો. છેલ્લી ઓવર લુંગી કરવા આવ્યો હતો. પ્રથમ બોલ પર ફખર જમાને છક્કા સાથે શોટ ફટકાર્યો હતો. પરંતુ બોલ બાઉન્ડ્રી પર ન પહોંચી ખેલાડી પાસે પહોંચ્યો હતો. એક રન લીધા પછી, ફખરે બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો હતો.

ફીલ્ડરે કીપર સાઇડ બોલ ફેંક્યો હતો. આ વાતથી અંજાણ ફખાર દોડતો હતો. ત્યારબાદ ક્વિન્ટન ડી કોકે ઇસારો કર્યો અને કહ્યું કે, બોલિંગ એન્ડ પર બોલ ફેંકવામા આવી. જેથી ફખર પાછળ જોવા લાગ્યો. ત્યારબાદ બોલ સીધો આવીને કીપર એન્ડ પર આવીને વિકેટ પર લાગી ગયો હતો અને ફખર જમાન પોતાની ડબલ સેન્ચ્યુરીથી ચુકી ગયો હતો. ડી કોકે આ આઇડિયા ધોની પાસેથી શીખી હોય તેવુ પણ પ્રતિત થાય છે.
Cheater de kock 😡😡😡😡 #PAKvsRSA @OfficialCSA https://t.co/aGDLQExwR5
— Halima (@zIDDiAfridian10) April 4, 2021
આપને જણાવી દઇએ કે, આ 3 વનડે મેચની સીરીઝ છે, જે હવે 1-1 થી બરોબરી પર આવી ગઇ છે અને સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે સેન્ચુરિયન ખાતે રમાશે. પાકિસ્તાન માટે તેના ઓપનર ફખર જમાને 155 બોલમાં 193 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તેને બીજા છેડે ટીમનો કોઈ સપોર્ટ મળી શક્યો ન હતો, જેના કારણે તે અહીં પોતાની ટીમને જીતી શક્યો નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
