ગુજરાતના તેમજ સોરઠ ભૂમિના સંત મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. પૂ.ભારતી બાપુ 93 વર્ષના હતા. તાજેતરમાં જ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે 2 એપ્રિલના રોજ બાપુના 93માં જન્મદિનની શાનદાન ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરખેજ આશ્રમ ખાતે એક કાર્યક્રમ યોજવામાં પણ આવ્યો હતો જેમાં સંતો અને ભક્તોની હાજરીમાં બાપુને ફૂલહાર કરી અને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું.અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે દેહત્યાગ કર્યો છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે.
રસીકરણનો રેકોર્ડ / ભારતે સર્જ્યો નવો રેકોર્ડ : અમેરિકા-ચીનને પાછળ છોડીને 85 દિવસોમાં 10 કરોડથી વધારેનું રસીકરણ

ભારતી બાપુ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપુના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.આજે સવારે 9.30 વાગ્યા સુધી બાપુના અંતિમ દર્શન સરખેજ આશ્રમ ખાતે કરી શકાશે ત્યારબાદ બાપુના બ્રહ્મલીન શરીરને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે કોવીડ ગાઇડલાઇન અંતર્ગત બાપુને સમાધિ આપવામાં આવશે. બાપુની સદેહે અનુપસ્થિતિમાં લઘધુમહંત તેમની પરંપરાને આગળ ધપાવશે.
બદલાશે ઠેકાણું / મુખ્તાર અંસારીની સોપારી લેનાર લંબુ શર્મા બકર જેલમાંથી થશે શિફ્ટ, અન્ય 15 કેદીઓનું પણ બદલાશે ઠેકાણું

જૂનાગઢમાં ક્યારે સમાધિ કાર્યક્રમ થશે તેનાં વિશે માહિતી આપવામાં આવી નથી.તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.
IPL 2021 / ગુરુ પર ભારે પડ્યો ચેલો : ટોસ અને મેચ બંનેમાં ધોનીને આપી પંતે માત, દિલ્હીએ 7 વિકેટે મેચ જીતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
