રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે સતત વધતા જોવા મળી રહ્યા છે.તેમાં પણ ખાસ કરીને ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,રાજકોટ, સુરત,વડોદરામાં કેસ સતત વધતા આપણને જોવા મળી રહ્યા છે .તેવામાં રાજકોટમાં કોરોનાનો કાળો કેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં સૌથી વધુ 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક સામે આવ્યો છે. સુરત અને અમદાવાદ પછી રાજકોટમાં મૃતકઆંક વધતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે.
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં જ નોંધાયો હતો. રાજકોટમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 45 જેટલા પોઝિટિવ દર્દીઓના મોત નીપજ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે. એક કલાકમાં એકથી વધુ દર્દીના મોત થઇ રહ્યા છે. કોરોનાને કારણે રાજકોટની સ્થિતિ દયાજનક થઇ ગઇ છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા તમામ ખાનગી હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે અને સરકારી હોસ્પિટલોમાં પણ વેઇટિંગ ચાલી રહ્યુ છે જેને કારણે કોરોનાના દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડે છે. રાજકોટમાં મૃતકઆંક વધતા આરોગ્ય તંત્ર માટે પણ મોટો પડકાર ઉભો થયો છે.
રાજકોટમાં કોરોનાના કેસની સાથે સાથે મૃતકઆંક વધી રહ્યો છે. એક જ દિવસમાં રાજકોટમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. પ્રથમ લહેર હતી ત્યારે રાજકોટમાં મૃત્યુઆંક વધારે હતો ત્યારે સમગ્ર રાજ્યમાં બીજી લહેરમાં પણ રાજકોટમાં મૃત્યુઆંક વધ્યો છે.
