- કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારનો નિર્ણય,
- 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ પર પ્રતિબંધ
- 30 એપ્રિલ સુધી કોલેજમાં ઓફલાઇન શિક્ષણ કરાયું બંધ
- તમામ સરકારી અને ખાનગી કોલેજો રહેશે બંધ
- દરેક સેમે. માટે ઓનલાઇન શિક્ષણ ચાલશે
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસ હાથ ધરી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિધાર્થીઓના હિતમાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમ કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં દૈનિક નોધાતો કોરોના સંક્રમીતોની સંખ્યા ૫૦૦૦ને પાર કરી ચુકી છે. તો રાજ્યમાં કોરોના સંકટ અતિ ઘેરું બનતું જઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા જીલ્લામાં કોરોના માટે જરૂરી એવી દવા અને ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ઘણા શહેરોમાં સ્મશાનગૃહમાં પણ લાંબુ વેઈતિંગ જોવા મળી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ અને સુરત માં કોરોના મામલે અતિ ગંભીર હાલત જોવા મળી રહી છે.
