ગુજરાતમાં કોરોના કેસ માં સતત ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે.જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે .વધતા જતા સંક્રમણને અટકવવા માટે ગુજરાતના અમુક મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.ત્યારે વધતા જતા કેસ ને લઈને સંઘ પ્રદેશ દમણ માં વિકેન્ડ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોનાના વધતા કેસને લઈને નવી એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં આગમી 17 એપ્રિલથી દર શનિ અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુ અને મેડિકલ સર્વિસ જ ચાલુ રહેશે.
આ સાથે જ સંઘ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી આવતા લોકો માટે 72 કલાક પહેલાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી મળશે. જોકે આ દરમિયાન રોજિંદા કામ માટે આવનાર મજૂર, કંપનીમાં કામ કરતા માણસો, સરકારી કર્મચારી અને સંઘ પ્રદેશમાં દુકાન ધરાવનાર અવરજવર કરી શકશે. નવી એસઓપીનું જીમ, સલૂન, સ્પા પાર્લર દ્વારા કડક પાલન કરવાનું રહેશે.
નોધનીય છે કેરાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 6690 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,60,206 ઉપર પહોચ્યો છે.રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2748 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 34,555 છે.
