- રાજકોટમાં યુવતીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
- રાત્રી કરફ્યુ દરમિયાન યુવતીએ બનાવ્યો વીડિયો
- યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે બનાવ્યો વીડિયો
- વાયરલ વીડિયો મામલે પોલીસ તપાસ કરી શરૂ
રાજ્યમાં હાલમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ વારયરસને કંટ્રોલ કરવા સરકારેે નાઇટ કર્ફ્યુનો સમય લંબાવી દીધો છે. બીજી તરફ આ કર્ફ્યુમાં એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
માણસ ભૂલ્યો માણસાઈ / રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન
રાત્રી કર્ફ્યુમાં કોઇ બહાર ન નિકળે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છે. જો કે કર્ફ્યુ લગાવવા પાછળ વાયરસને કંટ્રોલ કરવો સરકારનું સૌથી મોટુ લક્ષ્ય છે. ત્યારે આવા કપરા સમયે રાજકોટમાં એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો મામલે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ દરમ્યાન મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે યુવતીએ ડાન્સ વીડિયો બનાવ્યો હતો. યુવતીનો ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે પોલીસે તપાસ આરંભી દીધી છે. તો હવે પ્રશ્ન ઉભો થાય છે કે તાજેતરમાં શહેરમાં કોરોના મહામારીનો માતમ ચાલી રહ્યો છે ત્યારે આવા ડાન્સનાં વિચાર ક્યાથી આવે છે? શું રાત્રિ કર્ફ્યુ દરમ્યાન ડાન્સ કરતી ડાન્સ ગર્લ સામે પગલા લેવાશે? તો બીજી મહત્વની વાત એ છે કે પોલીસ સ્ટેશનની સામે યુવતીએ આ ડાન્સ કર્યો છે. તો પોલીસ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. આવા લોકો પોલીસને કેમ દેખાતા નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
