તાપમાં બેસવાથી સ્કિન પર સનબર્ન થઈ જાય છે જેનાથી ત્વચા સુકી અને બેજાન થઈ જાય છે.અત્યારે ગરમીના આકરા દિવસો જઈ રહ્યા છે, તે સિવાય લગ્નસરાની સીઝન પણ ચાલુ જ છે ત્યારે યુવતીઓમાં મેકઅપને કારણે પણ સ્કિન ડેમેજ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. તો તેનાથી બચવા સિમ્પલ ઉપાયો કરી શકાય.બજારની મોંઘી અને કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવા કરતા સારુ છે કે ઘરેલુ ઉપાય અપનાવીને જ આ પરેશાનીથી મુક્તિ મેળવવામાં આવે. અમે તમને સનબર્નથી છુટકારો મેળવવા માટે એક ઘરેલુ નુસ્ખો બતાવી રહ્યા છીએ. જેના ઉપયોગથી તમારી આ સમસ્યા ગાયબ થઈ જશે.
સનબર્નથી છૂટકારો મેળવવા માટે દહીં એક ખાતરી પૂર્વક સચોટ ઘરેલું ઉપાય છે. દહીં ની મદદથી તમે તમારી ત્વચાને 2 થી 3 મિનિટ સુધી મસાજ કરી શકો છો.

કાકડીના ટુકડા કરીને પેસ્ટ બનાવીને તેના ચહેરા પર લગાવો. સૂકાયા પછી ચહેરો ધોઈ નાખવો.

સનબર્ન દૂર કરવા માટે મધની સાથે ત્વચાને હળવાથી માલિશ કરો. તે પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ નાખો.

ત્વચા પર એલોવેરા જેલ લગાવો, તે સૂર્ય પ્રકાશમાં ત્વચાને ભેજ જાળવી રાખે છે. તમે આને ઉપયોગ સનબર્ન માટે કરી શકો છો.

બરફના ટુકડાથી ત્વચાને થોડી મિનિટો માટે માલિશ કરો. બરફથી તમારી ત્વચા પહેલાની જેમ બની જશે.

