ઉનાળો શરૂ થવાની સાથે જ કડક સૂર્યપ્રકાશમાં ક્યાંય પણ જવુ મુશ્કેલ બની રહ્યું છે. જો કે, ઉનાળામાં કાર દ્વારા મુસાફરી કરવી એકદમ આરામદાયક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કારની અંદર કેટલીક જરૂરી એસેસરીઝ મૂકીને તમારી મુસાફરીને આરામદાયક બનાવી શકાય છે.

આજનાં અહેવાલમાં, અમે આવી જ કેટલીક એસેસરીઝ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે કારની મુસાફરીને આરામદાયક અને મનોરંજક બનાવે છે. ઉપરાંત, તે ઘણા પ્રસંગોએ કામમાં આવે છે. જાણકારોનું કહેવુ છે કે નેકરેસ્ટ પિલો, સીટ ડાઇનિંગ ટ્રે, ડેશબોર્ડ મેટ્સ, ટાયર પ્રેશર ગેજ, વેક્યૂમ ક્લીનર, સ્ક્રેપ ક્લીનર, બ્લૂટૂથ ઓડિયો રિસીવ અને મોબાઇલ હોલ્ડર બોવાથી ટ્રાવેલ આસાન હોવાની સાથે મનોરરંજક બની જાય છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન ગળાને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. મુસાફરી દરમિયાન ગળાને સીધી રાખવી પડે છે, એવામાં જો સીટમાં નેકરેસ્ટ ફીટ કરવામાં આવે તો તમારી સમસ્યાનું નિદાન થઇ જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેકરેસ્ટને બજારમાંથી 200 થી 250 રૂપિયાની આસપાસમાં ખરીદી શકાય છે. સામાન્ય રીતે, કારમાં સ્ટીરિયોની સાથે બ્લૂટૂથ ફીચર આવવા લાગ્યુ છે, પરંતુ જો તમારી કારમાં તે નથી, તો પછી તમે બ્લૂટૂથ ઓડિયો રિસીવરને અલગથી ઇન્સ્ટોલ કરી શકો છો. જાણકારો કહે છે કે, મોબાઇલ હોલ્ડરને હંમેશા કારની અંદર રાખવો જોઈએ. જ્યારે મોબાઈલ ફોન સામે હોય ત્યારે તમારું ધ્યાન રસ્તા પરથી હટતુ નથી આ સિવાય, નેવિગેશનનો ઉપયોગ કરતી વખતે તે સૌથી વધુ જરૂરી લાગે છે.

કારની સફાઈ માટે વેક્યુમ ક્લીનર ખૂબ જ ઉપયોગી સાબિત થતુ હોય છે. જો કે વેક્યૂમ ક્લીનર કાર બેટરીવાળુ હોવુ જોઈએ. જે લોકો કારની પાછળની સીટ પર બેસે છે તેમના માટે જમવાની ટ્રે આવે છે. આગળની સીટ સાથે તેને ફિક્સ કરવામા આવે છે. આ ટ્રે માં પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક કેન સાથે, ખાવાની ચીજો પણ રાખી શકાય છે. આ સિવાય ઓટો ટાયર પ્રેશર ગેજ પણ કાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડિવાઇસ છે. કારમાં ટ્યુબલેસ ટાયર હોવાને કારણે ઘણી વખત હવાનો અંદાજો લગાવી શકાતો નથી. ઓટો ટાયર પ્રેશર ગેજની મદદથી હવાને કોઈપણ સમયે ચકાસી શકાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
