Not Set/ ગુજરાતમાં ઓક્સિજનની ડિમાન્ડ પ્રતિદિન 500 ટન પર પહોચી, જાણો કયા રાજ્યોમાં છે અછત?

દેશમાં કોરોનાની સ્થિતી સતત બગડતી જઇ રહી છે. રોજ લાખોની સંખ્યામાં નવા સંક્રમિતો નોંધાઇ રહ્યા છે. અને મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. વધતા કેસને લીધે દેશના કેટલાય રાજ્યોમાં હવે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. હાલત એટલી ખરાબ છે કે રાજ્ય ઓક્સિજન માટે પડોશી રાજ્યો પર નિર્ભર જોવાઇ રહ્યા છે. કયા રાજ્યોમાં ઓક્સિજનની ભારે […]

Gujarat Mantavya Exclusive India

દેશમાં કોરોનાની સ્થિતી સતત બગડતી જઇ રહી છે. રોજ લાખોની સંખ્યામાં નવા સંક્રમિતો નોંધાઇ રહ્યા છે. અને મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. વધતા કેસને લીધે દેશના કેટલાય રાજ્યોમાં હવે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. હાલત એટલી ખરાબ છે કે રાજ્ય ઓક્સિજન માટે પડોશી રાજ્યો પર નિર્ભર જોવાઇ રહ્યા છે.

કયા રાજ્યોમાં ઓક્સિજનની ભારે અછત ?
એકલા મહારાષ્ટ્રમાં હાલના સમયે 6.38 લાખ એક્ટિવ કેસો છે જેમાં 10 ટકા ઓક્સિજન સપોર્ટ પર છે. તેવામાં રાજ્યોમાં ઓક્સિજનની માંગ વધતી જઇ રહી છે. પણ સપ્લાયમાં મુશ્કેલીઓ થઇ રહી છે. હમણાંની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ઓક્સિજનની ઉપણ છત્તીસગઢ અને ગુજરાત મારફતે પુરી થઇ રહી છે. બંને રાજ્યો તરફથી મહારાષ્ટ્રને 50 ટન ઓક્સિજન આપવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશની સ્થિતી ચિંતા વધારે તેવી છે. કેસ તો ફુલ સ્પીડમાં વધતા જોવાઇ રહ્યા છે. પણ ઓક્સિજન અને બેડની વ્યવસ્થા ઓછી પડી રહી છે. તેનું મોટુ કારણ એ છે કે મધ્યપ્રદેશની પાસે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી. રાજ્યમાં ઓક્સિજનની ઉણપ ગુજરાત, છત્તીસગઢ, અને ઉત્તરપ્રદેશ મારફતે પુરી થાય છે. ગુજરાતમાં પણ કોરોનાએ એવો આતંક મચાવ્યો છે કે હવે રાજ્યમાં પ્રતિદિન ઓક્સિજનની ડીમાન્ડ 500 ટન પર જઇને પહોચી છે. મોટા રાજ્યોમાં તો હાલના સમયે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ગામડાઓમાં તો સ્થિતી વધારે બદત્તર છે. ત્યાં ન માત્ર ઓક્સિજનની અછત છે પણ ટ્રાંન્સપોર્ટેશન મોટો મુદ્દો છે. કહેવામાં આવી રહ્યુ છે કે ઓક્સિજન માટે મોટા સ્ટોરેજ ટેન્કોની પણ અછત છે. તેવામાં સવાલ ઉભો થાય છે કે ભારતમાં કોરોના સંકટ સમયે ઓક્સિજનની આટલી અછત કેમ થઇ.? ઓક્સિજનની સપ્લાય કરવામાં શું મુશ્કેલીઓ આવી રહી છે.? શું ઓક્સિજનના ઉત્પાદનમાં સમસ્યા આવી રહી છે.?

દેશમાં 7,000 મેટ્રિક ટન સુધી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન
તમને જણાવી દઇએ કે દેશમાં 7,000 મેટ્રિક ટન સુધી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થઇ શકે છે. તો આઇનોક્સ એયર ઇન્ડિયા તરફથી પ્રતિ દિવસ 2000 ટન ઓક્સિજનની અછત પુરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સવાલ એ જ આવે છે કે આ ઓક્સિજનના જથ્થાનું સમયની સાથે ટ્રાંસપોર્ટેશન કેવી રીતે કરવામાં આવે. ડિમાન્ડ વધી રહી છે પણ સ્ટોરેજ ટેંક અને સિલીન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછતનું આ પણ એક મોટું કારણ છે.

મોંઘા ટ્રાન્સપોર્ટેશનથી પડકારો વધ્યા
હવે એવુ નથી કે ઓક્સિજન પ્લાન્ટ વધારવા પર વિચાર કરવામાં નથી આવ્યો. જાહેરાતો મોટી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે બંગાળ, મધ્યપ્રદેશ, અને યુપીમાં ઓક્સિજનના ભવિષ્યમાં મોટા પ્લાન્ટ લગાવવામાં આવી શકે છે. પણ તેને લાગવામાં સમય લાગશે. આજ કારણ છે કે ટ્રાંસપોર્ટને વધારવા પર જોર અપાઇ રહયુ છે. સમસ્યાતો એ પણ છે કે હવે ટ્રાંસપોર્ટેશનનો ભાવ ઘણો વધારે થઇ ગયો છે તેના લીધે બીજી વસ્તુઓના ભાવ પર પણ અસર જોવા મળી રહી છે. પહેલાં જે ઓક્સિજનનો સિલીન્ડર ૧૦૦ થી ૧પ૦ રૂપિયામાં રિફીલ કરાવાતો હતો. હવે તેને રિફીલ કરવા માટે 500થી 2000 રૂપિયા આપવા પડે છે.

કેવી રીતે દુર થઇ શકે છે ઓક્સિજનની અછત?
મતલબ કોરોના પ્રકોપની વચ્ચે ઓક્સિજનને લઇને બે પ્રમુખ સમસ્યાઓ છે. પહેલી ડિમાન્ડ વધારે અને સપ્લાય ઓછી. બીજી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાંસપોર્ટેશનમાં મુશ્કેલી. આ સમસ્યાઓને જોતા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલોને ઓક્સિજનની બાબતમાં આત્મનિર્ભર બનાવવામાં આવે. એટલે જ કહેવામાં આવી રહ્યુ છે કે દેશની ૧૦૦ હોસ્પિટલોમાં Pressure Swing Adsorption પ્લાન્ટ લગાવવામાં આવે. આ પ્લાન્ટ હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય કરશે. પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલોની પાસે ઓછામાં ઓછો દસ દિવસ સુધી સ્ટોક સુરક્ષિત રહે. તો ખબર એવી પણ છે કે હાલમાં મધ્યપ્રદેશમાં ટ્રેનથી ઓક્સિજન પહોચાડવાની તૈયારી ચાલી રહી છે.