Politics/ કોરોનાનાં વધતા કહેર વચ્ચે રાહુલ ગાંધીનો મોટો નિર્ણય, અન્ય નેતાઓને આપી આ સલાહ

બંગાળમાં 5 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજી ત્રણ તબક્કા બાકી છે. દરમિયાન કોરોનાનાં વધતા જતા કેસોએ ચિંતા ઉભી કરી છે.

Top Stories India

બંગાળમાં 5 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજી ત્રણ તબક્કા બાકી છે. દરમિયાન કોરોનાનાં વધતા જતા કેસોએ ચિંતા ઉભી કરી છે. આરોગ્ય મંત્રાલય, ચૂંટણી પંચ વગેરેની અપીલોને અવગણીને, તમામ પક્ષોનાં નેતાઓ તેમની રેલીઓમાં બમ્પર ટોળા એકત્રિત કરી રહ્યા છે. જે બાદ નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે કે બંગાળમાં કોરોના ચૂંટણીઓ પૂરી થતાં જ બેકાબૂ થઈ જશે. આ જોતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોટો નિર્ણય લીધો છે.

સેવા પરમો ધર્મ / માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો આ શખ્સ, રોઝા તોડી કર્યુ પ્લાઝ્મા ડોનેટ

રાહુલ ગાંધીએ બંગાળની તમામ રેલીઓ રદ કરી દીધી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મેં બંગાળની બધી રેલીઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. હું તમામ પક્ષોને આ વિશે વિચાર કરવા વિનંતી કરું છું. વર્તમાન પરિસ્થિતિમાં મોટી જાહેર રેલીઓ કરવી યોગ્ય નથી. આ પહેલા બીજા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, બિમાર અને મૃત લોકોની આટલી ભીડ તેણે પહેલીવાર જોઇ છે.

રાજકારણ / પી.ચિદમ્બરમનો PM મોદી પર કટાક્ષ, કહ્યુ- કોરોના તરફ થોડું ધ્યાન આપવા તમારો આભાર

કોરોના વાયરસની બીજી લહેર આવી ત્યારથી રાહુલ ગાંધી મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેઓ રોજ સવારે ટ્વીટ કરીને સરકારની ભૂલોને ગણાવે છે. તાજેતરમાં રાહુલે એક ટ્વીટમાં લખ્યું છે કે, કોઈ ટેસ્ટ નથી, હોસ્પિટલનાં પલંગ નથી, કોઈ વેન્ટિલેટર નથી, ઓક્સિજન નથી, રસી નથી, બસ ઉત્સવનો ઢોંગ છે. બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે, સ્મશાન અને કબ્રસ્તાન બંને… જે કહ્યું તે કર્યું. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એકવાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે. તેની વચ્ચે સૌપ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.30 લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…