Aandhra Pradesh News/ ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે ટકારશે. કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે.

Top Stories India
Cyclone Montha to iKakinada

ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે લેન્ડફોલ દરમિયાન 5 મીટર (16 ફૂટ) ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે.

54 ટ્રેનો રદ કરવામાં આવી
ચાર રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત 54 ટ્રેનો રદ કરી છે.

આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે ટકારશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે ટકારશે. કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે. ચક્રવાત મોન્થા નજીક આવતાં કાકીનાડામાં દરિયો તોફાની બન્યો છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ 190 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.

આ રાજ્ય પર રહેશે અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરને કારણે, દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના 9 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

માછલીમારોને દરિયામાં જવાની ના પાડવામા આવી
ચક્રવાત મોન્થા ચેન્નાઈ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે પટ્ટીનાપક્કમ દરિયાકાંઠે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. માછીમારો તેમની બોટ સાથે સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા છે. અને હવે માછલીમારોને દરિયામાં ન જવાની પાડવામા આવી

કેરળમાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે 2 લોકોના મોત
કેરળમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન, ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.

શાળાઓ અને કેન્દ્રો 30 ઓક્ટોબર સુધી બંધ
ઓડિશાના આઠ જિલ્લાઓ મલકાનગિરી, કોરાપુટ, નબરંગપુર, રાયગડા, ગજપતિ, ગંજમ, કાલાહાંડી અને કંધમાલમાં 128 બચાવ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાહત કેન્દ્રો ખોરાક, દવા, લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 30 ઓક્ટોબર સુધી બંધ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજસ્થાનમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો, ઠંડા પવનો ફૂંકાયા, 23 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી

આ પણ વાંચો: ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે તેવી શક્યતા

આ પણ વાંચો: દેવતાલ સરોવર ઓક્ટોબરમાં જ થીજી ગયું, તાપમાન માઇનસમાં પહોંચ્યું