તમે આજ સુધીમાં દૂધની નદીઓ વહેતી હોવાની કહેવત સાંભળી હશે. પરંતુ યૂકે (UK)ના વેલ્સ માં રહેનારા લોકોએ તેને સાક્ષાત જોઈ પણ લીધી. અચાનક વેલ્સમાં વહેતી દુલાઇસ નદી નું પાણી સફેદ થઈ ગયું. નદીમાં પાણીને બદલે દૂધ વહેતું જોવા મળતા લોકો પણ હેરાન રહી ગયા. હકીકતમાં નદીની પાસે જ એક દુર્ઘટનામાં દૂધથી ભરેલી ટ્રક પલટી ગઈ, જેના કારણે ટ્રકના ટેન્કરમાં ભરેલું બધું જ દૂધ નદીમાં વહી ગયું. તેનાથી નદીનું પાણી સફેદ થઈ ગયું.
સોશિયલ મીડિયા પર યુકેના આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દૂધથી ભરેલી એક ટ્રક પલટી ગઈ. તેનાથી દરેક સ્થળે દૂધ ઢોળાઈ ગયું. આ દૂધ નદીમાં જઈને ભળી થયું જેના કારણે આખી નદીનું પાણી સફેદ થઈ ગયું. નેચરલ રિસોર્સિસ વેલ્સએ દૂધની ક્વોલિટી વિશે કંઈ પણ નથી કહ્યું. જોકે આ કારણથી નદીનું પાણી સફેદ થયું હતું, જે કન્ફર્મ કરી દીધું છે.
