દેશમાં કોરોનાના આંકડા નવો રેકોર્ડ સર્જી રહ્યા છે, કોરોનાવાયરસના નવા કેસના આંકડા ફરી એક વાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. દિલ્હી થી લઈ અને ગુજરાત સુધી ઓક્સિજનની અછત સમગ્ર દેશમાં વર્તાઈ રહી છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે.દેશમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિનપ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે.
કોરોનાવાયરસ મહામારીની શરૂઆતથી આજ સુધીનો નવો રેકોર્ડ સર્જાયો છે. છેલ્લાં 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે જે વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક છે. અમેરિકાનો 3.07 લાખનો રેકોર્ડ તૂટ્યો છે. અમેરિકામાં સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ હતો.જ્યારે હવે તે રેકોર્ડ ભારત ના નામ પર થયો છે.
જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.77 લાખ કરતા પણ વધારે થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.84 કરોડને પાર થયા છે.દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત બીજા દિવસે મોતનો આંકડો 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 2021 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસ હવે 22,75 લાખની સપાટીએ પહોંચ્યા છે.
વિવિધ રાજ્યોમાં કોરોના કેસની સ્થિતિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. અહીં 67,468 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 33,106, દિલ્હીમાં 24,668 કેસ, છત્તીસગઢમાં 13,834કેસ, કર્ણાટકમાં 15,785 જ્યારે મધ્યપ્રદેશમાં 12,897 કોરોનાના નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરળમાં 13,644, રાજસ્થાનમાં 14,622, ગુજરાતમાં 12,553 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે બિહારમાં 12,222, તામિલનાડુમાં 11,681અને પશ્ચિમ બંગાળમાં 10,784પણ કોરોનાના કેસના આંકડા પણ વધારે જોવા મળી રહ્યા છે

