સુરક્ષા એજન્સીઓએ 6 વોન્ટેડ આતંકીઓની યાદી તૈયાર કરી છે. જેના પર પ્રહાર કરવા સેના સજ્જ થઈ રહી છે. આતંકી સંગઠનોના 6 ટોપ મોસ્ટની એક યાદી બનાવી છે.

(૧) ઝાકિર રશીદ બટ્ટ ઉર્ફે ઝાકીર મૂસા-
દક્ષિણ કશ્મીરમાં હિઝબુલનો ડિવિઝનલ કમાંડર હતો. સેનાના જણાવ્યા મુજબ ઝાકીર મૂસા A++ કેટેગરીનો આતંકી છે. ઝાકીર અંસાર ગજવત ઉલ હિન્દ નામના અતાંકી સંગઠનને ઓપરેટ કરી રહ્યો છે.
(૨) રિયાઝ અહેમદ નાઈક ઉર્ફે ઝૂબૈર-
રીયાઝ પણ A++ કેટેગરીનો ખૂંખાર અતંકી છે. રીયાઝ પણ A++ કેટેગરીનો ખૂંખાર અતંકી છે.
(૩) અબૂ હમાસ-
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ડિવિઝનલ કમાંડર છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ડિવિઝનલ કમાંડર છે.
(૪) ઝિનત ઉલ ઈસ્લામ ઉર્ફે અલકામા-
ઝિનત લશ્કરનો કમાંડર છે. પહેલાં શોપિયામાં ઝિનત લશ્કરનો ડિસ્ટ્રીક્ટ કમાંડર પણ રહી ચૂક્યો છે.
(૫) વસીમ અહેમદ શાહ ઉર્ફ ‘ઓસામા’-
માર્ચ-2014માં વસીમ લશ્કર સાથે જોડાયો હતો. જે બુરહાન વાણીના સંપર્કમાં રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
(૬) શૌકત અહેમદ ટાક ઉર્ફે હુઝૈફા-
આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ડિસ્ટ્રીક્ટ કમાંડર છે. 2011માં શૌકત આતંકી સંગઠન લશ્કર સાથે જોડાયો હતો
ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સેનાએ કશ્મીર ઘાટીમાં અત્યાર સુધીમાં 250થી વધુ આતંકી ઠાર કર્યા છે. જેમાં સપ્ટેમ્બર મહિનામાં જ અત્યાર સુધીમાં 12 આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે.
