IPL 2021/ નિકોલસ પૂરણે બનાવ્યો શરમજનક રેકોર્ડ, ટૂર્નામેન્ટમાં 3 વખત શૂન્ય પર આઉટ, થયો ટ્રોલ

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2021 ની 14 મી મેચ ચેન્નાઈનાં એમ.એ.ચિંદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. પંજાબ કિંગ્સની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Sports

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2021 ની 14 મી મેચ ચેન્નાઈનાં એમ.એ.ચિંદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. પંજાબ કિંગ્સની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમ 19.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

IPL 2021 / રસલ-કમિન્સની તોફાની બેટિંગ પણ KKR ને હારથી ન બચાવી શકી, ધોની બ્રિગેડે લગાવી જીતની હેટ્રિક

જણાવી દઇએ કે, બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વેસ્ટ ઇન્ડીઝનાં બેટ્સમેન નિકોલસ પૂરણ પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે એકવાર ફરી શૂન્ય રને આઉટ થયો હતો. તે એક પણ બોલ રમી શક્યો નહીં અને આઉટ થઇ ગયો હતો. તેને ડેવિડ વોર્નરે રનઆઉટ કર્યો હતો. આ સાથે હાલની સીઝનમાં પુરણે એવો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે જે અન્ય કોઈ બેટ્સમેનનાં નામે નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વર્તમાન સીઝનમાં નિકોલસ પૂરણ બે બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર આઉટ થયો હતો. દિપક ચહરે તેની વિકેટ લીધી હતી. આ પછી, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે પહેલા જ બોલ પર ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. જ્યારે બુધવારની મેચમાં તે કોઇ પણ બોલ રમ્યા વગર રનઆઉટ થયો હતો.

કોરોના સંક્રમિત / એમ.એસ. ધોનીના માતા-પિતા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ

નિકોલસ પૂરણ આઈપીએલનાં ઇતિહાસમાં પહેલો એવો બેટ્સમેન બની ગયો છે, જે સિઝન દરમ્યાન બે, એક અને એક પણ બોલ રમ્યા વિના શૂન્ય રને આઉટ થયો હતો. આ ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં પહેલા ક્યારેય આવું બન્યું નથી. આઈપીએલ 2021 માં 3 વખત આઉટ થયા હોવાના કારણે હવે નિકોલ પૂરણને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર કરવાની માંગ કરવામાં આવી રહી છે, ચાહકો માંગ કરી રહ્યા છે કે ડેવિડ મલાનને તેની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવે.

https://twitter.com/cricketgod7/status/1384819957565857793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1384819957565857793%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.sportzwiki.com%2Fcricket%2Fpbksvssrh-mid-inning-tr%2F

https://twitter.com/thecrazeapp/status/1384839292225081347?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1384839292225081347%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Fnicholas-pooran-diamond-duck-he-is-now-the-first-player-in-ipl-history-to-have-a-2-ball-1-ball-duck-0-duck-in-the-same-season-pbks-vs-srh-live-4603082%2F