ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) 2026 માં ભારતીય ખેલાડીઓએ પોતાના વિજય અભિયાનની શરૂઆત કરી દીધી છે. બિહારના 28 વર્ષીય પેરા-એથ્લીટ ઝંડુ કુમારે (ZanduKumar)પાવરલિફ્ટિંગ (Powerlifting)ની હેવીવેઇટ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ (BronzeMedal )જીત્યો છે. આ સાથે જ વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલનું ખાતું સત્તાવાર રીતે ખુલી ગયું છે.માત્ર 5 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બનેલા ઝંડુ કુમારે પોતાની શારીરિક મર્યાદાઓને માત આપીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે.
સંઘર્ષથી સફળતા સુધી
ઝંડુ કુમારની આ સફળતા પાછળ ભારે સંઘર્ષ છુપાયેલો છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પરિવારને આસરો આપવા માટે તેમણે શાકભાજી વેચવાથી લઈને ઈ-રિક્ષા ચલાવવા સુધીના કામ કર્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમણે પોતાની ઈ-રિક્ષા પણ વેચી દેવી પડી હતી. બિહારના રમત-ગમત સચિવની સલાહ બાદ તેમણે પાવરલિફ્ટિંગમાં ઝંપલાવ્યું અને આજે દેશ માટે મેડલ જીતીને એક નવો ઈતિહાસ લખી દીધો છે.
રોમાંચક મુકાબલામાં 130.9 પોઈન્ટ સાથે જીત્યો ક્રોંસ્ય પદક
મેડલ ઈવેન્ટના દિવસે શરૂઆતમાં ભારતને કેટલીક ઈવેન્ટ્સમાં નિરાશા સાંપડી હતી, પરંતુ અંતિમ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ઝંડુએ ભારતની આશા અમર રાખી હતી. ગ્રુપ B માં રમતા ઝંડુએ પોતાના પ્રથમ પ્રયાસમાં 181 કિગ્રા વજન ઉપાડીને 124.7 પોઈન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ બીજા પ્રયાસમાં શાનદાર વાપસી કરતા 190 કિગ્રા વજન ઉપાડીને કુલ 130.9 પોઈન્ટ સાથે લીડ મેળવી લીધી હતી.
અંતિમ તબક્કામાં નાઈજીરિયાના રિલવાન ઈદ્રીસે (208 કિગ્રા – 132.8 પોઈન્ટ) ગોલ્ડ અને ઈંગ્લેન્ડના મેથ્યુ હાર્ડિંગે (199 કિગ્રા – 131 પોઈન્ટ) સિલ્વર મેડલ મેળવ્યો હતો. ખૂબ જ નજીકના તફાવતથી ગોલ્ડ-સિલ્વર ચૂકવા છતાં, ઝંડુ કુમારે 130.9 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પર કબ્જો જમાવીને ભારતીય ખેમામાં ખુશીની લહેર લાવી દીધી હતી.
આ પણ વાંચો:પાકિસ્તાનને 7-3થી ધૂળ ચાટતી ભારતીય ટીમ; હવે ફાઇનલમાં ફરી ટાઇટલ માટે મહાજંગ!
આ પણ વાંચો: IND vs ZIM: વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી ભારતનો વિજય, ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ
આ પણ વાંચો:ભારત વિ. અફઘાનિસ્તાન T20 સીરિઝનું શિડ્યુલ જાહેર: દિલ્હીમાં રમાશે જંગ, જાણો ક્યારથી શરૂ થશે મેચો
