ઘટાડો/ કોરોનાના લીધે સુરતમાં પેટ્રોલના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો

સુરતમાં પેટ્રોલનુ વેચાણ ઘટયું

Gujarat

કોરોનાની મહામારીન લીધે લોકોમાં દહેશત ઉભી થઇ છે. કોરોના લીધે હાલ સુરતમાં સ્થિતિ ભયાવહ છે .સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉનની પ્રભાવિત અસર જોવા મળે છે.લોકો વગર કારણ ઘરની બહાર નીકળતા નથી.પરપ્રાંતીય મજૂરો પણ પોતાા વતન પલાયન થઇ ગયાં છે .ઇન્ડસ્ટ્રીયલ ગુડસનું ટ્રાન્સપોર્ટેશન ઘટી ગયું છે.આ ઉપરાંત ઘણી ભધી ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેથી સુરતમાં લોકડાઉન જેવા હાલત છે તેથી પેટ્રોલ ડિઝલ નો વપરાશ ઘટયો છે. પેટ્રોલ 70 ટકા અને ડીઝલનો વપરાશ 60 ટકાનો ઘટાડો થયો છે.

સુરતના 60 પેટ્રોલ પંપ પર હાલમાં 12 લાખ ડિઝલ અને 10 લાખ પેટ્રોલનું વેચાણ થાય છે.સુરતમાં કોરોનાની દહેશત ખુબ વધારે છે .કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને લોકો વીક એન્ડમાં બહાર પણ નીકળતાં નથી. સુરતમાં 60 ટકા ટ્રાફિક ઘટી ગયું છે. ડિલર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા દૈનિક 22 હજાર પેટ્રોલનું વેચાણ થતું હતું હાલ ઘટીને10 હજાર લિટર થઇ ગયું છે.