ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભયંકર વિનાશ વેરી રહી છે. વિકાસ મોડેલ ગુજરાત ની સરેઆમ લીરા ઉડાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિકાસ મોડેલની વાત ૧૩૦૦૦ કેસમાં જ હવામાં ઉડી ગઈ છે. જો મહારાષ્ટ્ર કે દિલ્હી ની જેમ મોટા પાયે કેસો બહાર આવે તો ગુજરાતનો વિકાસ મોડેલ ક્યાં ગાયબ થઇ જશે ખબર પણ નહિ પડે.
દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત બાદ ભાવનગરમાં પણ ઓક્સીજન ની અછતના સમાચાર પછી હવે સૌરાષ્ટ્રના ગોંડલ માંથી પણ ઓક્સિજનની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓ ના જીવ તાળવે ચોંટયા છે. તો બીજી બાજુ સરકારી બાબુઓ પણ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરીને બેઠા છે.
ખાનગી હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકથી ઓક્સિજન ની વ્યવસ્થા પૂરી કરી દર્દીઓને સાચવતા ડોક્ટરો પણ હવે નિરાશ થયા છે. અને જો સરકાર ઓક્સીજન ની વ્યવસ્થા નહીં કરે તો ખાનગી હોસ્પીટલના સંચાલકોએ હોસ્પિટલો બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
![]()
ગોંડલના ડૉ.ભરત શિંગાળા દ્વારા મલ્ટીસ્પેશીયાલીટી શ્રીજી હોસ્પિટલ અને શ્રીરામ હોસ્પિટલમાં સરકાર ઓક્સિજનની વ્યવસ્થા નહીં તો હોસ્પિટલ બંધ કરાશે. કોરોના કહેર સામે વિકાસશીલ ગુજરાતનું તંત્ર વામણું સાબિત થયું છે ઓક્સિજન સપ્લાય સમયસર નહીં મળે તો ઓક્સિજન ના અભાવે દર્દીઓ ના મૃત્યુ થશે. હાલમાં શ્રીજી હોસ્પિટલ માં 32 દર્દીઓ દાખલ છે ગોંડલમાં ગત 25 માર્ચ થી ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા બે દિવસમાં કેસમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ક્યાંય બેડ ખાલી નથી. કૃષ્ણ હોસ્પિટલમાં 65 દર્દીઓ દાખલ છે તેમાંથી 20 ની હાલત અતિ ગંભીર છે અને સાત વેન્ટિલેટર ઉપર છે જો સમયસર ઓક્સિજન પુરવઠો ન મળે તો આઠથી દસ દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત થાય તેમ છે. ઓક્સિજન પૂરો થતાં દર્દીઓ ના જીવ તાળવે ચોંટયા છે. ખાનગી હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
