ગ્રાંટ/ પાટણના ધારાસભ્યએ ઇન્જેકશન માટે ગ્રાંટમાંથી 10 લાખ ફાળવ્યા

પાટણના ધારાસભ્યે ઇન્જેકશ માટે 10 લાખ ગ્રાંટમાંથી ફાળવ્યા

Gujarat

કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. કોરોના ભારણના લીધે રેમડેસિવિર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે ત્યારે પાટણના ધારાસભ્ય ડૉકટર કિરીટ પટેલે ઘારાપુર સિવિલ હોસ્પિટલ અને પાટણ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે પોતાની ગ્રાંટમાંથી 10 લાખ ફાળવ્યા છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ મહામારી સામે લડવા માટે ઇન્જેકશનની અછત વર્તાઇ રહી હતી. કોરોના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે અને દર્દીઓની હાલત અતિ ગંભીર છે. પાટણ સિવિલ હોસ્પિટલ અને ઘારાપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે  પાંચ પાંચ લાખ ધારાસભ્યે ગ્રાંટમાંથી આપ્યા છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ ગ્રાંટની ફાળવળી અંગેની જાણ જિલ્લા આયોજન અધિકારીને કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ગ્રાંટનો સદઉપયોગ થયો છે.