રાજકોટમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે તેમજ શહેરના નામાંકિત લોકો પણ કોરોના કહેરથી અળગા રહી શક્યા નથી. રાજકોટમાં કોરોનાની બીજી લહેર કાળ બનીને ત્રાટકી છે. શહેરમાં 24 કલાકમાં મોતનું તાંડવ જોવા મળ્યું હોય તેમ 62 દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 301 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 30 હજારને પાર કરી ગઈ છે.સૌરાષ્ટ્રના જાણીતા વકીલ નિરંજન દફ્તરીનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા. પરંતુ અંતે તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. 79 વર્ષની ઉંમરે તેઓ એ અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકોટમાં કુલ કેસની સંખ્યા 30167, સારવાર હેઠળ 5163
રાજકોટ કોરોના પોઝિટિલ કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 30167 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 5163 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 542 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે બપોરે 12 સુધીમાં નવા કેસ 301
તા. 23/04/2021
- કુલ ટેસ્ટ :- 13808
- કુલ પોઝિટિવ :- 626
- પોઝિટીવ રેઈટ :- 4.53 %,
- કુલ ડીસ્ચાર્જ :- 542
તા. 24/04/2021 12:00 વાગ્યા સુધી કુલ પોઝિટિવ કેસ :- 301,
અત્યાર સુધીમાં રાજકોટની સ્થિતી
- કુલ પોઝિટિવ કેસ :- 30167
- કુલ ડિસ્ચાર્જ : 24570
- રિકવરી રેઈટ : 82.26 %
- કુલ ટેસ્ટ :- 928493
- પોઝિટિવિટી રેઈટ :- 3.22 %
રાજકોટ – અમદાવાદ એસટી બસમાં એક પણ મુસાફર ન મળ્યા,200 રૂટની એસ.ટી.બસ રદ
રાજકોટ વેજિ.મા.યાર્ડની 500 દુકાનોમાં સ્વૈ.લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આવતીકાલે સ્વૈચ્છિક લોકડાઉન કરાયું જાહેર
કોરોનાનો કહેર રાજકોટ એસટી ડિવિઝન પર યથાવત રહ્યો છે.કોરોના ના કારણે લોકો હવે ધીમે ધીમે ભયભીત બની રહ્યા હોય પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, બને ત્યાં સુધી લોકો શહેરની બહાર મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.ગયા મહિને જીએસટી 200 મુસાફરોથી ફુલ ભરાઈ અને અલગ-અલગ ફેરા પર જતી હતી એ 200 હાલના દિવસોમાં ખાલીખમ ફેરા કરી રહી છે.રાજકોટના 50 સહિત ડિવિઝનના 200 રૂટની 450એસ.ટી.બસ રદ કરવાનો વારો આવ્યો છે. મુસાફરો ઘટવાના કારણે એસટીની આમ કરવાની ફરજ પડી છે.રાજકોટ થી અમદાવાદ જવા નીકળેલી એસટીડી બોલો મા એક પણ મુસાફર ન હતા.કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને રાજકોટ એસટી ડિવીઝન દ્વારા અત્યાર સુધીમાં 450 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા છે. સતત કોરોનાનું સંક્રમણ વધતા એસટી વિભાગે આ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. જેના કારણે એસટીમાં મુસાફરોમાં પણ સતત ઘટાડો નોંધાય રહ્યો છે. ગામડાઓમાંથી ખૂબ જ ઓછા લોકો શહેરોમાં આવે છે. અત્યાર સુધીમાં એસટીના અનેક ડ્રાઇવર, કન્ડક્ટર અને કર્મચારીઓ સંક્રમિત થયા છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 17 દુકાન સીલ
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત કુલ 17 વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 30167, સારવાર હેઠળ 5163
રાજકોટ કોરોના પોઝિટિલ કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 30167 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 5163 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 542 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

