Gandhinagar News: ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં રચાયેલી 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ પણ કરી લીધી છે. નવી રચાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક બાદ, હવે તેમને મદદ કરવા માટે સહાયક ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યને 14 વર્ષ પછી 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો મળ્યા
ગુજરાતને 14 વર્ષ પછી નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો મળી છે. અગાઉ, 2002 માં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 2010 માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો હતા. હવે નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનોની સંખ્યા 17 થઈ ગઈ છે.
રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો (6 જૂની અને 9 નવી) ની ચૂંટણીઓ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત, નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં જરૂરી કામગીરી ઝડપી બનાવવા માટે સહાયક ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar News/આમ આદમી પાર્ટીના ગાંધીનગર પ્રભારીનું રાજીનામુ
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર ખાતે તહેવારોમાં ફૂડ વિભાગની તવાઈ, ભેળસેળયુક્ત ખોરાકનો નાશ કરાશે!
આ પણ વાંચો: Gandhinagar News/શિક્ષણ વિભાગમાં ફરી ગોઠવણનો દોર, અમદાવાદ ગ્રામ્ય DEOનો ચાર્જ ગાંધીનગરને સોંપાતાં તર્કવિતર્ક
