અભ્યાસ/ ભારત અને ફ્રાંસ નૌસેના અરબ સાગરમાં 3 દિવસ યુદ્ધાભ્યાસ કરશે

સંયુકત્ રીતે 3 દિવસ નૌસેના અભ્યાસ કરશે.

World

ભારત અને ફ્રાંસની નાૈસેના આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં યુદ્વાભ્યાસનો પ્રારંભ કરશે. આ દરમિયાન એડવાન્સ એર ડિફેન્સ એન્ડ એન્ટી સબમરીન જેવા યુદ્વના સાધન સામેલ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર વરૂણ અભ્યાસના 19માં સંસ્કરણમાં બન્ને નૈાસેનાઓ વચ્ચે સમન્વય અને સાથે મળીને અભ્યાસ કરવામાં આવશે.

આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાનિર્દેશિત મિસાઇલ પેન્ટ્રેટિંગ અને કોલકતા નિર્દેશિત મિસાઇલ ફ્રિગેટ તરકશ અને તલવાર ફલીટ  આસિસ્ટન્સ જહાજ દીપક, લકલવરી સબમરીન  લાંબા અંતરના પી-8 આઇ સમુદ્રી પેટેરોલિંગ વિમામી ટુકડી તૈનાત કરાશે. રાફેલ એમ લડાકુ વિમાન સાથે વિમાન વાહક બાઉલ  ફાંસ નૈાસેનાનું પ્રતિનિધિત્વ કરશે. ફાંસીસી નૈાસેના એર ડિફેન્સ, ડિસ્ટ્રોયર શેવેલિયર પોલ, ફ્રિગેટ પ્રાવેંસ અને જહાજ પણ તૈનાત કરશે.

પશ્વિમી ટુકટીના ફલેગ ઓફિસર કમાન્ડિંગ રિયલ એડમિરલ અજય કોચર ભારતીય પક્ષ અને ટાસ્કર્ફોસ 473 રિયર એડમિરલ માર્ક ઐાસેદાત ફાંસીસી પક્ષનું સુકાન કરશે.