કોરોનાનો રાફડો હવે એક પછી એક બધાને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. દરેક વ્યક્તિ એક ભયના માહોલમાં જીવી રહી છે. ક્યારે શુ થશે તેની ચીંતા મેડિકલ સ્ટાફથી લઇને નાનામાં નાની વ્યક્તિને પણ છે. એક બાજુ લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામી રહ્યા છે તો બીજી બાજુ કોરોના સંક્રમણનું સંકટ ઘટવાની જગ્યાએ વધી રહ્યુ છે. આવા સમયે રાજસ્થાન સરકારે કોરોનાથી મૃત્યુ થનારી વ્યક્તિના અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યુ છે.
રાજસ્થાન સરકાર કોરોના દર્દીની સારવાર માટે ઓક્સિજન, હેસ્પિટલમાં બેડ અને દવાઓ પુરી પાડી શકતી નથી. પરંતુ દર્દીના મરણ પછી તેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં નવા નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે હવે કોરોનાથી મૃત્યુ પામનારી વ્યક્તિની અંતિમ સંસ્કારનો પુરો ખર્ચ રાજસ્થાન સરકાર કરશે. હોસ્પિટલથી સ્માશન અને કબ્રસ્તાન સુધી એમ્બ્યુલન્સ અને વાહનની સુવિધા સરકાર દ્ધારા કરવામાં આવશે. ઉપરાંત જણાવ્યુ છે કે આ નિર્દેશનું પાલન ત્તકાલ ઘોરણે કરવામાં આવશે. આ સુવિધા માટે અલગથી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
