Not Set/ આજે IND-AUS વચ્ચે રમાશે ચોથી વન-ડે, આ પ્લેયર્સનો થઇ શકે છે સમાવેશ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સિરીઝની ચોથી વન-ડે મેચ ગુરુવારે બેંગલુરુંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે રમશે. પાંચ મેચની સિરીઝમાં પહેલેથી ભારતીય ટીમ ૩-૦ ની અજેય લીડ મેળવી ચુકી છે. આ મેચમાં પણ વિજયના ઈરાદાથી ભારતીય ટીમ મેદાને ઉતરશે, જ્યારે બીજી તરફ કાંગારૂની ટીમ સિરીઝની બાકી રહેલ બે વન ડે જીતીને લાજ બચાવવાનો પ્રયત્ન કરશે. ૩-૦ થી લીડ મેળવી ચુકેલી ભારતીય […]

Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સિરીઝની ચોથી વન-ડે મેચ ગુરુવારે બેંગલુરુંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે રમશે. પાંચ મેચની સિરીઝમાં પહેલેથી ભારતીય ટીમ ૩-૦ ની અજેય લીડ મેળવી ચુકી છે. આ મેચમાં પણ વિજયના ઈરાદાથી ભારતીય ટીમ મેદાને ઉતરશે, જ્યારે બીજી તરફ કાંગારૂની ટીમ સિરીઝની બાકી રહેલ બે વન ડે જીતીને લાજ બચાવવાનો પ્રયત્ન કરશે.

૩-૦ થી લીડ મેળવી ચુકેલી ભારતીય ટીમમાં ફેરફાર થઇ શકે છે અને બેન્ચ સ્ટ્રેન્થને તક આપવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચોથી વન ડેમાં અક્ષર પટેલ અને લોકેશ રાહુલને તક મળી શકે છે.