Not Set/ 20 રૂપિયાની નોટ પર પુષ્પાનો દીપુ માટે પ્રેમ ભર્યો સંદેશ, લખ્યું – 26 એપ્રિલે મારા લગ્ન છે….

લોકોને આ વાયરલ થયેલી નોટ જોઇને આશ્ચર્ય થાય છે કે એસએમએસ અને વોટ્સએપના આ યુગમાં વ્યક્તિ આ રીતે પણ પ્રેમનો સંદેશો મોકલી શકે છે. 

Ajab Gajab News

પ્રેમમાં પાગલ પ્રેમીઓ બધી હદો વટાવે દેતા હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે પરંતુ પ્રેમી સુધી સંદેશ પહોંચાડવા તમે શું કરી શકો, આજના યુગમાં તમે મોબાઈલ પર મેસેજ કરીને પ્રમી સુધુ સંદેશ મોકલી શકો છો, તેમારી મિત્રને તેના સુધી તમારો મેસેજ મોકલવા કહી શકો છો, પરંતુ આજે તમને જે જાણવા જી એહ્યા છીએ તેમાં આવું કંઈ જ નથી, આજે તમને એક વિચિત્ર કિસ્સો જાણવા જી રહ્યા છીએ જેમાં એક પ્રેમિકાએ તેના પ્રેમી ને 20 રૂપિયાની નોટ પર મેસેજ લખીને જણાવ્યું છે કે તેના માતા-પિતા તેના લગ્ન બીજે કરાવી રહ્યા છે. આ 20 રૂપિયાની નોટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો :લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

લોકોને આ વાયરલ થયેલી નોટ જોઇને આશ્ચર્ય થાય છે કે એસએમએસ અને વોટ્સએપના આ યુગમાં વ્યક્તિ આ રીતે પણ પ્રેમનો સંદેશો મોકલી શકે છે.

આ સંદેશ 20 રૂપિયાની નોટ પર લખ્યો છે. તે એક પ્રેમિકા દ્વારા પ્રેમી માટે લખવામાં આવ્યો છે. નોટ પર લખ્યું છે, ‘પ્રિય દીપુ જી. મારા લગ્ન 26 એપ્રિલે છે મને તમારી સાથે ભગાડીનેલઇ જાવ. તમારી પુષ્પા. આઈ લવ યુ’.

આ પણ વાંચો :અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

હવે લોકો આ નોટ જોઈને ‘સોનમ ગુપ્તા બેવફા હૈ’ ની યાદ આવી રહી છે. આપને જણાવી દઇએ કે થોડા વર્ષો પહેલા એક પાગલ પ્રેમીએ આ જ રીતે નોટો પર સંદેશ લખ્યો હતો. જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :ધંધામાં થયુ નુકસાન તો પત્નીને દોસ્તો સાથે શારીરિક સંબંધો બાંધવા કરી મજબૂર

આ પણ વાંચો :લ્યો બોલો! દુનિયાનું રહસ્યમયી એવું ગામ કે જ્યાં છેલ્લા 10 વર્ષથી એક પણ છોકરાનો નથી થયો જન્મ