હોંગકોંગની કંપની ચિલી ઇન્ટરનેશનલ હોલ્ડીંગ લિમિટેડે દુનિયાનો પહેલો Fidget Spinner મોબાઈલ K188 અને AGPS ફોન F05 ને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફીચર ફોનની કિંમત ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

આ ફીડગેટ ફોન સ્પિનર, ફીચર ફોન અને બ્લૂટૂથ હેડસેટનો કોમ્બિનેશન છે. ફોનમાં ઈમેજ, વિડીયો અને ઈન્ટરનેટ ઍક્સેસિબિલિટી સાથે મ્યુઝિક સપોર્ટ મલ્ટીમીડિયા ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર રોઝ ગોલ્ડ, સિલ્વર, બ્લેક, બ્લુ અને રેડ જેવા ૬ આકર્ષક કલરમાં ઉપલબ્ધ હશે.
બ્રાંડ ચિલી મોબાઈલ્સના આ બંને પ્રોડક્ટ કંપનીનાં અધિકૃત રીસેલર એમેઝોન, ફ્લિપકાર્ટ, શોપક્લૂઝ, પેટીએમ પર સપ્ટેબર ૨૦૧૭ નાં અંત સુધી ઉપલબ્ધ રહેશે. તે સિવાય આ ફોન ભારતમાં બધા મુખ્ય સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે.
