ઉલ્લંઘન/ કોરોનાના લીધે રાજ્યના 3244 લગ્નોમાં પોલીસ ચેકીંગ 207 સ્થળે ગુનો નોંધાયો

લગ્નોમાં પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી છે.

Gujarat

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ભયંકર હોવાથી કોરોના ગાઇડલાઇન સખ્ત બનાવવામાં આવી છે. પોલીસે લગ્નમાં 50 સભ્યોની અનુમતિ આપી છે સાથે માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યો છે.જાે લગ્નમાં કોરોના ગાઇડલાઇનનો ઉલ્લઘંન કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગમે ત્યારે  લગ્નની અચાનક વિઝિટ કરી શકે છે. રવિવારે રાજ્યમાં 3244 લગ્નોમાં પોલીસે ચેકીંગ હાથ ધરી હતી.ચેકીંગ દરમિયાન કોરોના ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરતાં 207  સ્થળે ગુનો દાખલ કર્યા છે.

લગ્નમાં 50 સભ્યોની હાજરીના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ 61 ગુનો નોંધાયા છે.આ ઉપરાંત લગ્ન સમયે માસ્ક ના પહેરવા બદલ 146 ગુના નોંધાયા છે. આ સાથે 78 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. લગ્ન સંભારમમાં કોરોના ગાઇડલાઇનનું કક રીતે અમલ કરવું પડશે નહિતર કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.