Not Set/ આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં અનુભવાયો ભૂંકપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. એક તરફ કોરોના નામની મુસિબત રોજ આપણી સમક્ષ રાક્ષસીરૂપ ધારણ કરી મોટા આંકડાનાં રૂપમાં સામે આવે છે, તો બીજી તરફ સમાચાર સામે આવી રહ્યા છે કે, દેશનાં અમુક વિસ્તારોમાં ભૂકંપનાં તેજ ઝટકા અનુભવાયા છે.

Top Stories India

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. એક તરફ કોરોના નામની મુસિબત રોજ આપણી સમક્ષ રાક્ષસીરૂપ ધારણ કરી મોટા આંકડાનાં રૂપમાં સામે આવે છે, તો બીજી તરફ સમાચાર સામે આવી રહ્યા છે કે, દેશનાં અમુક વિસ્તારોમાં ભૂકંપનાં તેજ ઝટકા અનુભવાયા છે.

કુદરતનો કોપ ! / દિલ્હીની સ્થિતિ કફોડી, દર્દીઓ તો શું મૃતદેહ લઈ જવા માટે પણ 12-14 કલાક પછી પણ એમ્બ્યુલન્સ નથી મળતી…!!!

આપને જણાવી દઇએ કે, આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. સવારે 7.55 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામનાં સોનિતપુર હોવાનુ સામે આવી રહ્યું છે. આંચકો ઘણી મિનિટો સુધી અનુભવાયો હતો. તેજ ઝટકાથી ડરી ગયેલા લોકો ફટાફટ ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની અસર આસામ સહિત ઉત્તર બંગાળમાં અનુભવાઈ છે. ગુવાહાટીમાં અનેક સ્થળોએ ઈલેક્ટ્રીસિટી ઠપ થઇ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સતત બે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રથમ ઝટકો સવારે 7.55 વાગ્યે અનુભવાયો હતો. થોડા સમય પછી બીજો આંચકો આવ્યો હતો. ભૂકંપ કેટલો ભયાનક હશે તે આ વાતથી જાણી શકાય છે કે, આસામમાં ઘણા મકાનોમાં તિરાડો પડી ગઇ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે જણાવ્યું હતું કે, રાજ્યનાં કેટલાક ભાગોમાં ભૂકંપ આવ્યો છે, તેમણે આસામનાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે આ વિશે વાત કરી છે. મેં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. હું આસામનાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

મુલાકાત / સેનાપ્રમુખ નરવણે પહોંચ્યા સિયાચીન અને પૂર્વી લદ્દાખ,શહીદ સૈનિકોના મૃતદેહો આજે એરલિફ્ટ કરાશે

ઉલ્લેખનીય છે કે, દેશમાં એક તરફ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે બીજી તરફ આવી કુદરતી આફત અચાનક આવી જતા લોકોમાં ડરનો માહોલ બની ગયો છે. આજે સવારે આવેલા ભૂકંપે આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં લોકોનાં જીવ તાંડવે લાવી દીધા હતા. ભૂકંપનીન તીવ્રતા 6.4 નોંધાઈ હતી. આ ભૂકંપનાં કારણે લોકોનાં ઘરી દિવાલોમાં તીરાડો પડી ગઇ હતી. હાલમાં દેશ કોરોનાવાયરસ સામે જજુમી રહ્યો છે, ત્યારે આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં અચાનક આવેલા આ ભૂકંપે લોકોની નિંદર ઉડાવી દીધી છે.