- કોરોનાએ દેશનાં નામાંકિત પત્રકારનો લીધો ભોગ
- જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન
- કોરોના વાયરસથી સંક્રમિત હતા રોહિત સરદાના
- દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા હતા દાખલ
- 10 દિવસથી સરદાનાની ચાલતી હતી સારવાર
- કોરોનાની સારવાર દરમિયાન અચાનક બગડી તબિયત
- બે પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા સરદાના
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી અવસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી ઝી ન્યૂઝમાં એન્કર રહેલા રોહિત સરદાનાં આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહ્યા હતા. સુધીર ચૌધરીએ ટ્વીટ કરી આ વિશે માહિતી આપી હતી. સુધીર ચૌધરીએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા જ મને જીતેન્દ્ર શર્માનો ફોન આવ્યો હતો. તેમણે જે કહ્યું તે સાંભળીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. અમારા મિત્ર અને સાથીદાર રોહિત સરદાનાનાં મૃત્યુનાં સમાચાર મળ્યા હતા. મેં કલ્પના પણ નહોતી કરી કે આ વાયરસ અમારી નજીકથી કોઈને પસંદ કરશે. હું આ માટે તૈયાર નહોતો. આ ભગવાનનો અન્યાય છે…. ‘ ઓમ શાંતિ.’
अब से थोड़ी पहले @capt_ivane का फ़ोन आया।उसने जो कहा सुनकर मेरे हाथ काँपने लगे।हमारे मित्र और सहयोगी रोहित सरदाना की मृत्यु की ख़बर थी।ये वाइरस हमारे इतने क़रीब से किसी को उठा ले जाएगा ये कल्पना नहीं की थी।इसके लिए मैं तैयार नहीं था।ये भगवान की नाइंसाफ़ी है..
ॐ शान्ति— Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021
લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહી ચૂકેલા રોહિત સરદાનાં ‘આજ તક’ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા શો ‘દંગલ’ નાં એન્કર હતા. 2018 માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા રોહિત સરદાનાએ પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં સીટી સ્કેનમાં તેને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી હતી. ત્યારબાદથી તેની સારવાર ચાલી રહી હતી. કેટલાક લોકો દાવો કરે છે કે તેનું મૃત્યુ કોરોનાને કારણે નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું છે. રોહિતા સરદાનાનાં સહયોગી અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ટીવી ન્યૂઝ એન્કર રોહિત સરદાના દુનિયામાં નથી રહ્યા. શુક્રવારે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP
— Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021
ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કર્યું છે જેમા તેમણે લખ્યુ કે, રોહિત સરદાના, અમે તમને ખૂબ યાદ કરીશું. તમે જીવનનો એક અભિન્ન અંગ બની ગયા હતા, તમે જ્યાં પણ હોવ, મારા ભાઈ ખુશ રહો.. નારાયણનાં ચરણોમાં રહો. ॐ શાંતિ.
रोहित सरदान …आपको हम बहुत miss करेंगे ..जीवन के अभिन्न अंग बन गए थे आप हमारे ..जहां भी हो मेरे भाई ख़ुश रहो ..नारायण के चरणो में रहो
ॐ शांति 🙏— Sambit Patra (@sambitswaraj) April 30, 2021
રોહિત સરદાનાનાં અવસાનનાં સમાચાર સાંભળ્યા બાદ એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પત્રકાર દીપક ચૌરસીઆએ રોહિત સરદાનાનાં અવસાન પર ટ્વીટ કર્યુ, હુ સ્તબ્ધ છુ, ઘણા દુઃખદ સમાચાર છે. અમારા સૌના પ્રિય વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાના હવે નથી રહ્યા. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે. ઓમ શાંતિ..
मैं स्तब्ध हूँ बेहद ही दुखद खबर है। हम सबके प्रिय वरिष्ठ पत्रकार रोहित सरदाना अब नही रहे 🙏 😓
भगवान उनकी आत्मा को शांति प्रदान करे 🙏
ॐ शांति 🙏🙏🙏 pic.twitter.com/eCwWJKGXiy— Deepak Chaurasia (@DChaurasia2312) April 30, 2021
- છેલ્લાં 20 વર્ષથી પત્રકારત્વમાં હતા વ્યસ્ત
- એક પ્રસિદ્ધ પત્રકાર,એન્કર,સ્તંભકાર,સંપાદક હતા સરદાના
- 2018માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી હતા સન્માનિત
- હિન્દી ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે ઉત્તમ ભૂમિકા
- આજ તક ન્યૂઝમાં એન્કર તરીકે ઉત્તમ કામગીરી
- ઝી ન્યૂઝમાં પણ લાંબા સમય સુધી આપી હતી સેવા
- અનેક પ્રોગ્રામથી પ્રસિદ્ધ થયા હતા રોહિત સરદાના
- અનેકની બોલતી બંધ કરવામાં માહેર હતા સરદાના
- સરદાનાનાં મોતથી દેશભરમાં મીડિયાકર્મીઓમાં શોક
- નામાંકિત પત્રકાર સુધીર ચૌધરીએ ટ્વિટથી આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સંક્રમિત થયા પછી પણ રોહિતે લોકોની મદદ કરવાનું બંધ કર્યું નહીં. તેમણે સતત ટ્વિટર દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તેમણે ગુરુવારે રાત્રે 8.45 વાગ્યે એક ટ્વીટ કર્યું, તેમના મૃત્યુનાં 12 કલાક પહેલા. જેમાં કાનપુરમાં દાખલ કરુણા શ્રીવાસ્તવ નામનાં દર્દી માટે મદદ માંગી હતી. તેમના નિધન બાદ મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા પર ટવીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આપને જણાવી દઇએ કે, રોહિતનો જન્મ 22 સપ્ટેમ્બરનાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રમાં થયો હતો. સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, તેઓ હિસાર ગયા અને ગુરુ જંબેશ્વર વિજ્ઞાન ટેકનોલોજી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. તેમણે પહેલા મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી, પછી તે જ યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની પદવી મેળવી હતી. હાલમાં રોહિત નોઈડા સ્થિત ન્યૂઝ ચેનલ આજ તકમાં તેઓ કામ કરતા હતા. આ પહેલા તેમણે સહારા, ઝી ન્યૂઝ જેવી સંસ્થાઓમાં સેવા આપી હતી. 2018 માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સરદાના છેલ્લા 20 વર્ષથી પત્રકારત્વમાં વ્યસ્ત હતા. તેમના વિશે કહેવાતુ હતુ કે, જ્યારે પણ તે એન્કર તરીકે કોઇને સવાલ પૂછતા ત્યારે સામે કોઇપણ નેતા-અભિનેતા હોય તેમને જવાબ આપવામાં પરસેવો વળી જતો હતો. રોહિત સરદાનાનાં મોતથી આજે દેશભરમાં મીડિયાકર્મીઓમાં શોકની લાગણી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

