રાજ્કોયમાં કોરોના સંકેરમણના કેસો સુરતમાં ખુબ વધી રહ્યા છે .કોરોનાગ્રસ્ત દર્દીને એડમીટ કરવામાં પહેલા ખુબ સમય લાગતો હતો. સંક્રમણના કારણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સની એક બાદ ભીડ જોવા મળી ર હતી. 108 એમ્બ્યુલન્સ કતારોમાં કલાકો સુધી ઉભી રહેતી હતી. જેમાં કોવિડના દર્દીઓ સિવિલમાં દાખલ થવા માટે કલાકો સુધી રાહ જોતા હતા. પરંતુ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા એક ખાસ મેનેજમેન્ટ થિયરીના માઇક્રાેપ્લાનિંગથી હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે પાંચ કલાકની રાહ જોવી પડતી નથી હવે આ સીસ્ટમના લીધે માત્ર 20 મિનિટમાં જ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે છે.
એપ્રિલના પ્રથમ સપ્તાહથી લઇને અત્યાર સુધી બે હજારથી વધુ કોરોના સંક્રમણ દર્દીઓ સામે આવી રહ્યા છે, તેમ છતાં જે અગાઉ પરિસ્થિતિ 108 એમ્બ્યુલન્સની જોવા મળી રહી હતી તે હાલ જોવા મળી રહી નથી. જેની પાછળનું મુખ્ય કારણ કોવિડ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલું ખાસ મેનેજમેન્ટ છે.
ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા આ ખાસ મેનેજમેન્ટના કારણે જે એમ્બ્યુલન્સમાં દર્દીઓ પાચ કલાક સુધી કોવિડ હોસ્પિટલની બહાર એડમિટ થવા માટે રાહ જોતા હતા તે હાલ માત્ર 20 મિનિટની અંદર જ એડમિટ થઈ રહ્યા છે.દર્દીની પરિસ્થિતિ જોયા બાદ તેને કઈ રીતે સારવાર આપવાની છે. તે અંગે પણ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જે વધારે સીરીયસ છે, તેમને એક કેટેગરીમાં અને અન્યને બીજી કેટગરીમાં મૂકવામાં આવ્યા અને આ રીતે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.જેના લીધે દર્દીઓ વહેલા એડમીટ થઇ શકે છે.
