કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના માતા મણીબેનનું અવસાન થયું છે. તેઓ 105 વર્ષના હતા.જાણવા મળી રહ્યું છે કે, તેમની અંતિમ વિધિ તેમના પૈતૃક ગામ જનડા ખાતે કરવામાં આવ્યા છે.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, અમારા માતૃશ્રી મણીબેન મોહનભાઈ બાવળીયા આજ તા. 2. 5. 2021ના રોજ 105 વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. જેમની અંતિમ ક્રિયા આજ રોજ 10:30 કલાકે પૈતૃક ગામ જનડા ખાતે રાખવામાં આવી છે. હાલની સ્થિતિના કારણે અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના જ સભ્યો જોડાશે અને લૌકિક ક્રિયા પણ બંધ છે.

