Not Set/ નાની તકરાર પછી મામલો વણસ્યો,ટોળાં આવી ગયા આમને સામને

વડોદરા સંસ્કારનગરી ગણાતું વડોદરા શહેર તોફાનોના છમકલાં માટે પણ પંકાયેલું છે.વડોદરામાં શનિવારે મોડી રાતે એક જ કોમના બે જુથો સામે સામે આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો.ભારે તંગદિલી વચ્ચે પોલિસની મોટી કુમક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.પથ્થરમારામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર પાસે રાત્રે એક જ […]

Top Stories Gujarat

વડોદરા

સંસ્કારનગરી ગણાતું વડોદરા શહેર તોફાનોના છમકલાં માટે પણ પંકાયેલું છે.વડોદરામાં શનિવારે મોડી રાતે એક જ કોમના બે જુથો સામે સામે આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો.ભારે તંગદિલી વચ્ચે પોલિસની મોટી કુમક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.પથ્થરમારામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયાં હતા.

વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર પાસે રાત્રે એક જ કોમના બે યુવાનો વચ્ચે સામાન્ય બાબત પર બોલાચાલી થઇ હતી.આ ઝઘડા પછી બંને ગ્રુપના યુવાનો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમ્યાન નજીકના ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી ત્યાં લોકો જમી રહ્યા હતા. આ દરમ્યાન એક પથ્થર ત્યાં જમી રહેલા અન્ય એક કોમના યુવાનને વાગતા પથ્થરમારો ચાલુ થઇ ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.જેના કારણે ગણતરીની મીનીટમાં  ટોળા આમને સામને આવી ગયા હતા.

પરિસ્થિતિ તંગ થતા પોલિસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાતે સ્થિતિને કાબુમાં લીધી હતી.