કેરળની 140 બેઠકો માટે મત ગણતરી ચાલુ છે આ દરમિયાન, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ આજે રવિવારે એટલે કે કોટ્ટાયમના પુથુપલ્લી ચર્ચમાં પ્રાર્થના કરી હતી. ચાંડી પુથુપલ્લી વિધાનસભા મત વિસ્તારના પક્ષના ઉમેદવાર પણ છે. કોંગ્રેસના બે વખતના પૂર્વ મુખ્ય પ્રધાન એવા ઓમન ચાંડીને વિશ્વાસ છે કે કેરળનો ચૂંટણી ઇતિહાસ દરેક ચૂંટણીની જેમ અકબંધ રહેશે, એટલે કે, વિપક્ષ ફરી એક વખત સત્તામાં વાપસી કરશે.
કેરળમાં વિધાનસભાની ચૂંટણીની 140 બેઠકો પર 6 એપ્રિલે મતદાન થયું હતું. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 74.06 ટકા મતદાન થયું હતું. છેલ્લા 40 વર્ષમાં કેરળમાં કોઈ પણ ગઠબંધન સરકાર ફરીથી સત્તા પરત આવી શકી નથી. જો કે, એક્ઝિટ પોલમાં, લેફ્ટ શાસક એલડીએફ પાછા ફરી રહ્યા છે.
આ પણ વાંચો : તામિલનાડુમાં ડીએમકે આગળ, 50 બેઠકો પર મળી મોટી લીડ
તે જ સમયે, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) બંનેના નેતાઓ વિશ્વાસ છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં વિજય મેળવશે. જો કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ નેતાઓએ એક્ઝિટ પોલ સર્વેને નકારી દીધા હતા. જ્યારે એલડીએફના નેતાઓ કહે છે કે એક્ઝિટ પોલ લોકોમાં શાસક ગઠબંધનની સ્વીકૃતિને દર્શાવે છે.
કેરળ લગભગ ચાર દાયકાથી એલડીએફ અને યુડીએફની સત્તા પર નજર રાખે છે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીઓ માટે અગ્રણી ઉમેદવારોમાં ઇ. શ્રીધરન, પિનરાય વિજયન અને પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનો સમાવેશ થાય છે. ઇ શ્રીધરન ભારતના પ્રખ્યાત સિવિલ એન્જિનિયર છે. શ્રીધરન 1995 થી 2012 સુધી દિલ્હી મેટ્રોના ડિરેક્ટર હતા. ભારત સરકારે તેમને 2001 માં પદ્મશ્રી અને 2008 માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમને ભાજપ દ્વારા પુથુપલ્લી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો :કોઈ પણ જીતે, મહત્વનું નથી : ચૂંટણી પરિણામ પહેલા બોલ્યા કપિલ સિબ્બલ

