Not Set/ વાઇબ્રન્ટ સમિટ 2019 : 53 ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ જોડાશે

ગાંધીનગર, વર્ષ 2019માં યોજાવનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2019 સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાશે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે. જેમાં કેનેડા, ઝેકોસ્લોવાકીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ધી નેધરલેન્ડ્સ, યુનાઇટેડ અરબ અમિરાત, ઉઝેબેકીસ્તાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે. રાજ્યમાં વેપાર […]

Top Stories Gujarat

ગાંધીનગર,

વર્ષ 2019માં યોજાવનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2019 સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાશે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે. જેમાં કેનેડા, ઝેકોસ્લોવાકીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ધી નેધરલેન્ડ્સ, યુનાઇટેડ અરબ અમિરાત, ઉઝેબેકીસ્તાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

રાજ્યમાં વેપાર અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 53 ઈન્ટરનેશનલ ચેમ્બર્સ ઑફ ટ્રેડ અને કોમર્સ ભાગ લેશે. આ વખતે વાયબ્રન્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ માટે એક ખાસ વૈશ્વિક કોન્ફરન્સનું આ સમિટ દરમિયાન તા.19 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો સહિત 53 થી વધુ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ તેમજ અન્ય દેશોએ પોતાની ભાગીદારી માટે સંમતિ દર્શાવી છે. જેમાં મુખ્યત્વે ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ, દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, તાઇવાન કમ્પ્યુટર એસોસિએશન,  તાઈવાન એક્સર્ટનલ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ, જાપાન-એક્સર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જેટ્રો), યુ.એસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ અને સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ વૈશ્વિક કોન્ફરન્સમાં દેશભરની ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ પણ ભાગ લેશે અને વેપાર તેમજ નિકાસ માટે વધુ તકોની ઉપલબ્ધિ ઉપર પરામર્શ કરશે. રાજ્યમાં વેપાર અને નિકાસને વધુ પ્રોત્સાહન આપવા આ કોન્ફરન્સ માઈલસ્ટોન સાબિત થશે.