Not Set/ કોંગ્રેસ બાદ ભાજપને પણ કોરોનાનો મોટો ઝટકો, ભાજપનાં પૂર્વ મંત્રી અને બક્ષીપંચનાં નેતાનું મોત

કોરોનાનો કહેર જ્યારે વરસે છે ત્યારે ગમે ત્યાં અને ગમે તેના પર વરસે છે, જી હા કોંગ્રેસ બાદ ભાજપ પર પણ કોરોનાનો કહેર વરસતો જોવામાં આવ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાજકીય પક્ષોનાં કાર્યકરો અને નેતાઓ પણ કોરોનાની કહેરની લહેરમાંથી બસી શક્યા નથી. અમદાવાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનો કોરોના દ્રારા ભોગ લેવાયા બાદ આજે ભાજપનાં […]

Ahmedabad Gujarat

કોરોનાનો કહેર જ્યારે વરસે છે ત્યારે ગમે ત્યાં અને ગમે તેના પર વરસે છે, જી હા કોંગ્રેસ બાદ ભાજપ પર પણ કોરોનાનો કહેર વરસતો જોવામાં આવ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાજકીય પક્ષોનાં કાર્યકરો અને નેતાઓ પણ કોરોનાની કહેરની લહેરમાંથી બસી શક્યા નથી. અમદાવાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનો કોરોના દ્રારા ભોગ લેવાયા બાદ આજે ભાજપનાં એક કાર્યકર – નેતાનો પણ કોરોનાએ ભોગ લીધાનું સામે આવી રહ્યુ છે. 

જી હા, પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના હાથીજણમા આવેલ વિવેકાનંદનગરમા રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી એવા ભાજપ બક્ષીપંચના નેતા, તેમજ પક્ષના અનેક હોદ્દાઓ પર રહી ચુકેલ 52 વષના કેતન પ્રજાપતિનું કોરોનાનાં કારણે સારવાર દરમ્યાન વહેલી સવારે સિવિલમા મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેતન પ્રજાપતિને કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. રામોલ-હાથીજણ વોર્ડમાથી ભાજપે એક સંનિષ્ઠ કાર્યકરને કોરોના વાયરસનાં કહેરમાં ગુમાવતા ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત વોર્ડના હોદ્દેદારો તેમજ કાર્યકરો એ દુ:ખ સાથે સંવેદના વ્યક્ત કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન