વિશ્વ આખું અત્યારે કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. ગુજરતમાં પણ કોરોના વાઈરસનો કાળો કહેર જોવા જોવા મળી રહ્યો છે. દેશભરમાં લોક ડાઉન ની સ્થિતિ છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા સાડીના કારખાનામાં CID ક્રાઇમે દરોડો કરી 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા હતા. લોકડાઉનના સમયમાં કારખાનામાં બાળ મજૂરોને ગોંધી રાખવામાં આવ્યા હતા અને પૂરતું જમવાનું પણ નહીં આપતા હોવાની CID ક્રાઇમને બાતમી મળતા રેડ કરી તમામ બાળકોને મુક્ત કરાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હેન્ડ ફિનિશીંગ અને ટેક્સટાઇલ યુનિટ નામના 2 કારખાનામાંથી 35 જેટલા બાળ મજૂરોને શોધી કાઢવામાં આવ્યા હતા, અને તેનું રેસ્ક્યુ કરીને છોડાવવામાં આવ્યા હતા. બાળ મજૂરો ને પૂરતું જમવાનું પણ ના મળતું હોવા ની ફરિયાદ સામે આવી હતી. આ તમામ બાળ મજૂરો બીજા રાજ્યના હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાળ મજૂરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરીને બાળ સુરક્ષાગૃહમાં મોકલી દેવામાં આવશે. ત્યારબાદ તેના માતા પિતાને સોંપવાની કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ મજૂરી રોકવાના કાયદા મુજબ પોલીસ કર્યાવહી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન 3ને લઈને દેશભરના ઉદ્યોગ ધંધાઓ થોડી છૂટછાટ સાથે શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરના વિશ્વ પ્રસિદ્ધ કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ પણ શરૂ કરવાની શરૂઆત થઇ છે. છેલ્લા 45 દિવસથી બંધ રહેલા સાડીના કારખાના શરૂ થયા હતા.
CID ક્રાઇમ ગુજરાતના ADGP અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બાદમાં કારખાના બાળ મજુરો હોવાનું સ્પષ્ટ થતા રેડ કરી હતી જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં રેસ્ક્યુ કરી તમામ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા વૈભવ હેન્ડ ફિનિશીંગ અને બાબા હેન્ડ ફિનિશીંગ, સિયારામ ટેક્સટાઈલ નામના કારખાનામાં હતા 35 જેટલા બાળ મજૂરો જેમે CID મુક્ત કરાવ્યા હતા CID ની પ્રાથમિક તપાસ માં બાળ મજૂરોને પૂરતું જમવાનું નહીં મળતું હોવાનું સામે આવ્યું હતું હાલ CID ક્રાઇમે બાળ મજૂરી રોકવાના કાયદા મુજબ કારખાનાના માલિકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
