અજ્ય દેવગનની ફિલ્મ દ્રશ્યમ પર ખુબ સફળ રહી હતી ,આ ફિલ્મ ઓછા બજેટની હતી પરતું ફિલ્મની વાર્તા મજબૂત હતી અને તેનુ ફિલ્માંકન સારી રીતે કર્યું હતું તેથી આ ફિલ્મ સુપર હિટ થઇ હતી. હવે દ્રશ્યમ-2 પણ હિદીમાં નિર્માણ પામશે.આ ફિલ્મના લીડ રોલમાં ફરીવાર અજ્ય દેવગન ચમકી શકે છે.
દ્રશ્યમ મૂળ સાઉથ ફિલ્મ હતી તેની રિમેક હિંદીમાં બની હતી.હવે દ્વશ્યમ-2ની પણ હિદી રિમેક બનવા જઇ રહી છે. આ ફિલ્મ મૂળ મલયાલમમાં બની હતી ત્યારબાદ તેલુગુમાં પણ બની હતી,હવે દ્રશ્યમ હિદી રિમેક બનવા જઇ રહી છે.આ ફિલ્મના રાઇટસ પેનેસમા સ્ટુડિયોએ ખરીદ્યા છે. કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક આ ફિલ્મના નિર્માતા છે .આ ફિલ્મના ડાયરેકટર અને લીડ એકટરની જાહેરાત હજી કરવામાં આવી નથી પરતું અજ્ય દેવગન જ આ ફિલ્મનો લીડ રોલ કરશે અેવી શક્યતા છે.
