- ભાવનગર 8 માસના બાળક સાથે માતાનો આપઘાત
- સીદસર ગામ બોર તળાવમાં માતાએ કર્યો આપઘાત
- અગમ્ય કારણોસર માતાએ બાળક સાથે કર્યો આપધાત
- ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું
- 2 કલાકની મહેનત બાદ માતાનો મૃતદેહ મળ્યો
- મોડી રાત સુધી બાળકના મૃતદેહની શોધખોળ
ગુજરાતમાં કોરોના કેસની સાથે સાથે આપઘાતના કેસ પણ સતત વધી રહ્યા છે. એક પછી એક આપઘાતના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આવમાં વધુ એક કેસ ભાવનગરથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ તેના 8 માસના બાળક સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો :યુવકનો જીવ બચાવવા વૃદ્ધ મહિલાએ આપી દીધો તેનો હોસ્પિટલનો બેડ, કહ્યું – મેં જીવન જીવી લીધું છે
આ મામલે મળતી માહિતી અનુસાર, ભાવનગરના સીદસર ગામ બોર તળાવમાં મહિલાએ અગમ્ય કારણોસર આપધાત કર્યો છે. આ વિશે ફાયરની ટીમે જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જે બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ સુધી બાળકનો મૃતદેહ મળ્યો નથી. જેની શોધખોળ કરવામાં આવી રહી.
આ પણ વાંચો :કોરોનાના દર્દીઓ માટે મ્યુકોરમાઇકોસિસ બન્યો ખતરો, સુરતમાં ઘણા દર્દીઓએ ગુમાવી આંખ
આ પણ વાંચો :ભરૂચમાં ૧૦ જેટલા રિક્ષાચાલકો પી.પી.ઇ. કીટ પહેરી વિના મૂલ્યે દર્દીઓને સેવા આપશે

