પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવતો, હમેશા અવળચંડાઇ કરે છે. દરિયામાં ભારતના માછીમારોને બંધક બનાવીને લઇ જાય છે .માછીમારોની બોટ સાથે તેમના અપહરણ કરવાની ઘટનાની વધારો થયો છે. આ હરકત પાકિસ્તાન કરી રહ્યું છે. કોડીનાર તાલુકા નાનાવાડા ગામનાં માછીમાર ખલાસી રમેશભાઈ ટાભા ભાઇ સોસા 5 મે 2019ના રોજ પોરબંદરની સાધના નામની બોટમાં કે જેના નંબર IND.GJ.25.mm.1734 હતા. સમુદ્રમાં માછીમારી કરતા હતા તે દરમિયાન આ બોટનું પાકિસ્તાન મરિન સિકયુરીટી અપહરણ કરી ગઈ હતી અને બોટના તમામ ભારતીય ખલાસીને પાકિસ્તાન જેલમાં બંધક બનાવ્યા હતા.
આ બંધક ખલાસીઓનો સજા પૂર્ણ થયાનો ચૂકાદો પણ પાકિસ્તાન કોર્ટ આપી ચુકી હતી. આમ છતાં બન્ને દેશોની સમય મર્યાદામાં ડિપ્લોમસી પૂર્ણ ન થતા આ ભારતીય માછીમારો પાકિસ્તાનની લાડી જેલમાં બંધ હતા.આ દરમિયાન એક ભારતીય માછીમાર રમેશભાઈ સોસા બીમાર પડતા તેઓને જેલમાં જ સામાન્ય દવાઓ આપવામાં આવી હતી. તેઓની તબિયત વધુ કથળતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આખરે 26 માર્ચ 2021ના રોજ પાકિસ્તાન જેલમાં રમેશભાઈ ટાભાભાઇ સોસાનું મૃત્યુ થયું હતું.
પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોને પૌષ્ટિક આહાર પણ મળતો નથી. જેથી તેઓ બીમાર થાય છે અને યોગ્ય સારવારના અભાવે તેઓનું મૃત્યુ પણ થાય છે. પાકિસ્તાની જેલમાં અવસાન પામેલા ભારતીય માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચવામાં પણ ખાસ્સો સમય લાગી જાય છે.ભારત સરકાર આ મામલે કોઇ સમાધાન નીકાળે તેવી માછીમારોની માંગ છે.
