Not Set/ તિરૂપતિની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં પ્રેશર ઘટતા 11 દર્દીઓનાં મોત

તિરૂપતિમાં 11 લોકોના મોત

Top Stories India

ભારતમાં કોરોના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વેરિઅન્ટ ખુબ ઘાતક નિવડી રહ્યો છે. દેશમાં કોરોના કહેરના દર્દીઓ વધતાં ઓક્સિજનની માંગમાં ખુબ વધારો થયો છે પરતું ઓક્સિજનની અછત હાલ દેશમાં વર્તાઇ રહી છે. ઓક્સિજનની અછતના લીધે લોકો મરી રહ્યા છે. આંધ્રપ્રદેશના તિરૂપતિના સરકારી હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત ઓક્સિજનની સપ્લાય ઘટતાં થયાં હતાં ઓક્સિજનની સપ્લાઇમાં પાંચ મિનિટની વાર થતાં 11 દર્દીઓના મોત થઇ ગયાં હતા.આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ;ખ વ્યકત કર્યું .

ચિતૂર જિલ્લાના કલેકટર એમ હરિ નારાયણના જણાવ્યા અનુસાર આ ઘટના તિરૂપતિના રૂઇયા હોસ્પિટલમાં થઇ હતી,આ હોસ્પિટલ કોવિડ જાહેર કરવામાં આવ્યું હતું .તમામ કોરોના દર્દીઓ આઇશીયુ વોર્ડમાં દાખલ હતા.અચાનક ઓક્સિજન ઓછો થતાં  11 દર્દીઓની મોત થઇ ગઇ .તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન ખાલી થતાં સિલિન્ડર બીજીવાર ભરવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો આ સમય દરમિયાન સિલેન્ડરનો દબાવ ઓછો થવાના લીધે દર્દીઓને પૂરતો ઓક્સિજન ના મળતાં તેમની મોત થઇ હતી.

હોસ્પિટલના સુપ્રરિટેન્ડેન્ટ ડો.ભારતીનું કહેવું છે કે આ હોસ્પિટલમા કોરોના દર્દી અને અન્ય દર્દીઓ પણ ધાખલ થાય છે.કોરોનાના નવ દર્દીઓના મોત થઇ છે.અને અનેક દર્દીઓની હાલત ગંભીર બતાવવામાં આવી છે .અહીંયા 700 કોરોનાના દર્દી સારવાર લઇ રહ્યા છે.મુખ્યંત્રી વાય.એસ.જગન મોહન રે઼ડ્ડીને આ ગટના પર દુખ વ્યકત ક્યો છે.અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.