સુરત મનપામાં આમ આદમી પાર્ટીને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અને જેને પરિણામે ‘આપ’ને સુરત મનપામાં વિપક્ષમાં સ્થાન મળ્યું છે’ આપ માટે આ એક બહુ સારી શરૂઆત હતી અને પોતાની કામગીરી થકી કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાની જાતને ગુજરાતમાં સ્થાપિત કરવા માટેનો એક બહુ સરસ અવસર પણ છે’ ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આઇસોલેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવેલું છે.
આપ દ્વારા શરૂ કરવામાં આવેલા અઈસોલેશન સેન્ટરમાં આપના જ બે કોર્પોરેટરો ફોટો પડાવવા જેવી નજીવી બાબતમાં નિમ્નકક્ષાની ભાષા સાથે તૂતૂ મેંમેં કરતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આપના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા અને ઘનશ્યામ મકવાણા વચ્ચે ફોટો પડાવવા જેવી બાબત માથાકુટ થઇ હતી અને જૈન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
બે કોર્પોરેટર વચ્ચે થયેલી માથાકૂટ ને લઈ હાલ તો ‘આપ’માં સોપો પડી ગયેલો જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર પ્રજાની સેવા કરવા ના ફોટો અને વિડીયો વહેતા કરી જશ ખાટવા ની બાબતમાં જ બે કોર્પોરેટરો વચ્ચે માથાકૂટ થયાનું સામે આવી રહ્યું છે. વાયરલ વિડીયો માં બંને કોર્પોરેટર નિમ્ન સ્તરની શાબ્દિક બોલાચાલી કરતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વિડીયો માં કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અન્ય કોર્પોરેટર કુંદન કોઠિયા ને કહી રહ્યા છે કે તમે માત્ર ફોટા પડાવવા માટે જ આવો છો જેથી આઇસોલેશન સેન્ટરમાંથી તાત્કાલિક નીકળી જાઓ પોતાની પાર્ટીના કોર્પોરેટર માટે ઘનશ્યામ મકવાણા આવા શબ્દોથી આઇસોલેશન સેન્ટરમાં હાજર દર્દીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
તો બીજી બાજુ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા પણ ઘનશ્યામ મકવાણા ને રોકડું પરખાવી દીધું હતું અને કહ્યું હતું કે -તારે લાખ રૂપિયા જોતા હોય તો આપી દઉં પણ તું અહી થી નીકળ નહીં તો હું તારી પથારી ફેરવી નાખીશ મારે તારી કોઈ જરૂર નથી મારી સાથે વાત કરવાની તારી કોઈ ઓકાત નથી કુંદન કોઠીયા ના આવા શબ્દો ને લઇ હાજર કાર્યકર્તાઓ પણ જનક ખેતીમાં મુકાઈ ગયા હતા.

