Not Set/ જુહાપુરામાં એટીએમ મશીન સાથે છેડછાડ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એટીએમ મશીન સાથે છેડછાડ કરવાનો કિસ્સો સામે આવતા વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.   પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતા અયાઝ ખાન મન્સૂરી કે જે બેંક ઓફ બરોડાના મેનેજર છે તેમણે વેજલપુર પોલીસ મથકમાં એક અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે , જુહાપુરા વિસ્તારમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એટીએમ મશીન સાથે છેડછાડ કરવાનો કિસ્સો સામે આવતા વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતા અયાઝ ખાન મન્સૂરી કે જે બેંક ઓફ બરોડાના મેનેજર છે તેમણે વેજલપુર પોલીસ મથકમાં એક અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે , જુહાપુરા વિસ્તારમાં મોતી બેકરી પાસે આવેલા બેંક ઓફ બરોડા ના એટીએમ માં એક અજાણી વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો અને તેણે પોતાની પાસે રહેલી ઈંટને એટીએમ મશીન ઉપર મારી દીધી હતી. જેમાં મશીનના કેટલાક ભાગને નુકશાન પહોંચ્યું હતું. અજાણ્યા ઇસમે મશીનમાંથી રોકડ રકમની ચોરી કરવાની કોશિશ કરી હતી જોકે, સદનસીબે આવું બનતા અટક્યું હતું અને આરોપીની પ્લાનિંગ નિષ્ફળ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ આ મામલે એટીએમ ના સિક્ર્યુરિટી ગાર્ડ એ બ્રાન્ચ મેનેજરને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને મેનેજરે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.