સુરત/ હું નસીબદાર છું કે મને કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા અને તેમનું સન્માન કરવાનો મોકો મળ્યો : ધવલ અકબરી

મીડિયા સાથે વાત કરતા ધવલ અકબરીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના તમામ સ્ટાફ તબીબ નર્સ કોરોના વોરિયર્સ ને તેનું મનોબળ વધારવા માટે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો

Gujarat Surat Trending

સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ ડોક્ટરો ને સન્માનિત કર્યા

કોરોના મહામારીમા ખરા અર્થમાં દાનની સરવાની શરૂ કરી છે, તેવામાં આજરોજ સુરત ની સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ ડોક્ટરો ને વિવિધ ગિફ્ટ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

કોરોનાં મહામારીમાં અનેક સેવા કરનાર ગરીબો ના મસીહા તરીકે જાણીતા થયેલા ધવલ અકબરી એ ફરી એક સેવા નું કાર્ય કર્યું છે. સુરત મા લાખ લોકોને અનાજ કીટ તેમજ અનેક જગ્યાએ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય કરી લોકો ને આર્થિક રીતે ખૂબ મદદ પહોંચાડી છે. ધવલ અકબરી દ્રારા આજરોજ સૂરત ની સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ નર્સ અને હોસ્પિટલ ના તમામ સ્ટાફને ડ્રાયફ્રુટ અને તમામ કોરોના વોરિયર્સ ને ટ્રોફી આપી ને સન્માનિત કર્યા હતા. સાથે સૂરત મહાનગપાલિકા ના નગર સેવકોનું પણ ટ્રોફી આપીને સન્માન કર્યું હતું જેમાં ભાજપ નગર સેવક અને આપ ના નગર સેવક હાજર રહ્યા હતા

મીડિયા સાથે વાત કરતા ધવલ અકબરીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના તમામ સ્ટાફ તબીબ નર્સ કોરોના વોરિયર્સ ને તેનું મનોબળ વધારવા માટે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો હું નસીબદાર છું કે કોરોનાં કાળ માં આવા કોરોના વોરિયર્સ નું સન્માન કરવાનું મારા હાથે થયું અને આવી રીતે બીજા દાતાઓ બહાર આવે ને આવા લોકો ને સન્માનિત કરી ને વધાવે તેમ જણાવ્યું હતું,  ત્યારે સુરતના આ ધવલ અકબરી ખરેલહર કોરોના ના આ કપરા કાળ મા એક આશાનું કિરણ બની ને બહાર આવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ને હંમેશા સહાય આપનાર ધવલ અકબરી ની લોકો સરાહના કરી રહ્યા છે