ગુજરાત રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાની વિનાશક અસરો માટે ની ઘડીઓ ગણાઈ રહી છે. વાવાઝોડું દરિયાકાંઠે અથડાય તે પહેલ જ તેની અસર વર્તાવવાનું શરુ થઇ ચુક્યું છે. ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયા કાંઠા અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. ભારે ચક્રવાતી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત નજીક આવતા વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
જેનેપગલે તંત્ર પણ સાબદું બન્યુ છે. તાઉ-તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લાના કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામા વાવાઝોડાના પગલે દરિયા કાંઠાના 16 ગામો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જિલ્લામાં પાવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરુ થઇ ચુક્યો છે. આગમચેતીના પગલા રૂપે નવસારી જિલ્લાના કાંઠાના 16 ગામોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
વાવાજોડાની અસરને લઈને મુન્દ્રા અદાણી પોર્ટનું કામ બંધ કરવામાં આવ્યું છે. પોર્ટ ની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આગામી 48 કલાક કામકાજ ઠપ્પ રહેશે. 3 કલાકમાં વાવાઝોડું ગુજરાતના 5 જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પર ત્રાટકશે. એ સમયે વાવાઝોડાની સ્પીડ 175 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે.
દીવમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરોમાં પણ દરિયાના પાણી ઘુસી ગયા છે. વીજ પુરવઠો પણ ઠપ્પ કરવામાં આવ્યોચે. તો કેટલાક જગ્યાએ વીજ પોલ અને વૃક્ષો પણ ધારસી થયા છે. ૧૦૦ કિમી થી વધુ ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દીવનો દરિયો ગાંડો ટુર બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 60 કિ.મી. દૂર સ્થિત છે.
”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
